રાજકોટ
News of Friday, 23rd September 2022

આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીએ સુશોભિત 'ગરબા'માં કરાશે શ્રદ્ધાનું સ્થાપન

રાજકોટ ;જગતજનની આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રીએ માઇ ભક્તો દ્વારા પૂજન અર્ચન કરી માં જગદંબાના ગુણગાન ગાઈને ભાવભેર ઉજવણી કરે છે નવલા નવ નોરતાએ માતાજીના ગરબાનું પણ અદકેરું મહત્વ છે અવનવા આકર્ષક રંગબેરંગી ગરબામાં શ્રદ્ધાનું સ્થાપન કરીને દીપ પ્રગટાવીને માતાજીની આરાધના કરે છે

 જગતજનની આદ્યશકિતના ગુણલા ગાવાનું પર્વ નવરાત્રીને માત્ર ગણત્રીના જ દિવસો બાકી છે.ત્યારે બજારમાં ગરબાની ખરીદી અને સુશોભન કરવામાં ખાસકરીને મહિલાઓ મશગુલ બની છે ગરબામાં અવનવા કલરો, અલગ-અલગ ડિઝાઇનો, સોનેરી પટ્ટીઓ, તેમજ માતાજીના નામો લખી સુશોભીત કરવામાં આવે છે.

બજારોમાં ગરબા ઉપરાંત માતાજીની અવનવી ચુંદડીઓ, ગરબાઓ સહિત અનેક વસ્તુઓથી બજારો ઉભરાણી છે. માણાવદરવાસીઓમાં નવરાત્રીને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(6:34 pm IST)