રાજકોટ
News of Monday, 23rd November 2020

ચોખા કૌભાંડની પુરવઠાની તપાસમાં ર લાખના જથ્થા અંગે તાળો મળતો નથીઃ તમામ માલ કાળાબજારમાં ધકેલાયો?!

કાર્ડ હોલ્ડરોના નિવેદનો બાદ બાબત ઉજાગર થશેઃ નવાજૂનીના પણ સંકેત

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ પોલીસે સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર ૪૭ બાચકા ચોખા વેચી નાખવાનું કૌભાંડ ઝડપી લીધા બાદ આજ સવારથી પુરવઠાની ટીમો પણ દોડી ગઇ છે.

પુરવઠા તંત્રે બપોરે ર સુધીમાં પ૦ હજારનો ઘઉં હજારનો ઘઉં-ચોખા-ખાંડ તેલ - કેરોસીનનો જથ્થો સીઝ કર્યો, પરંતુ ટોચના વર્તુળોના ઉમેર્યા પ્રમાણે દુકાનદારના ચોપડા તપાસતા અંદાજે ર લાખના જથ્થા અંગે કોઇ તાળો મળતો નથી, પરીણામે આ તમામ માલ કાળાબજારમાં ધકેલાઇ ગયાની શંકાએ પુરવઠાએ એ બાબતે તપાસનો ધમધમાટ  શરૂ કર્યો છે, ડીએસઓ શ્રી પુજા બાવડા અને તેમની ટીમ એક પછી એક અંકોડા મેળવી રહી છે, કાર્ડ હોલ્ડરોના નિવેદનો લેવાના આદેશો અપાયા છે, સાધનો ત્યાં સુધી કહી રહ્યા છે, આ કૌભાંડ ઘણુ મોટુ છે, આમાં અનેકને છાંટા ઉડી શકે છે, મોટી નવાજૂની બહાર આવવાની શકયતા છે, કલેકટર અને ડીએસઓએ કૌભાંડના મુળ સુધી જવા પોતાના અધિકારીઓને સુચના આપી છે, અને જે કોઇની સંડોવણી બહાર આવે તે કોઇને નહી છોડવા અને તાકીદે રીપોર્ટ કરવા પણ આદેશો કર્યા છે.

(3:34 pm IST)