રાજકોટ
News of Monday, 23rd November 2020

રાત્રિ કર્ફયુ ટ્રેલર હોઇ શકે ?

ધંધાની ગાડી પાટા ઉપર આવી રહી હતી ત્યાં જ રાત્રિ કર્ફયુ નામનો ફાટક આવી ગયો

રાજકોટ તા. ૨૩ : દેશ અને દુનિયામાં કોરોનાનું બીજું મોજું શરૂ થયું છે ત્યારે દેશમાં ફરી સંક્રમણની ગતિ વધી છે. લોકડાઉન બાદ ધંધાની ગાડી પાટે ચઢી જ હતી ત્યાં ફરી કરફયુની સ્થિતિને લીધે ધંધા રોજગારને ઘણી ઊંડી અસર થવાની શંકા જોવાઈ રહી છે. ટેકસ્ટાઈલ, હીરા ઉદ્યોગ સહિત અનેક બિઝનેસમાં હજુ ફફડાટ રહે છે, રિયલ એસ્ટેટ સેકટર, ઇવેંટ સેકટર, ટુર્સ ટ્રાવેલિંગ, સેકટરોમાં પણ ભારે મંદી છે.

ગુજરાતમાં કાપડ અને હિરા ઉદ્યોગની સ્થિતિ પશ્યિમના દેશો ઉપર આધાર રાખે છે. દેશમાં સંક્રમણની ગતિ વધી રાત્રિ કરફયુ શરૂ થઈ ગયો છે, અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં રાત્રિ કરફયુ લગાવી દેવાયો છે. લોકોમાં એવી પણ ચર્ચા ચાલે છે કે આ બીજા લોકડાઉનના ભણકારા હોઈ શકે છે.

રાત્રિ કરફયુ બાદ સરકારનું હવે પછીનું પગલું શું હોઈ શકે તે અંગે પણ ભારે ચર્ચા ચાલી રહી છે. સંપૂર્ણ લોકડાઉન થવાનું શકય છે કે કેમ તે અંગે નિષ્ણાતો જણાવે છે કે રાત્રિ કરફયુ કદાચ સરકારનું ટ્રેલર હોઈ શકે જો કે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે તો સરકારને પણ આની કિમત આવતી ચુંટણીમાં ચૂકવવી પડી શકે.

(3:36 pm IST)