રાજકોટ
News of Monday, 23rd November 2020

યાર્ડના વેપારીઓ અને મજાુરોને કર્ફયુમાં ઇસ્યુ થયેલ 'પાસ' માન્ય રાખવા માંગણી

જૂના પાસ માન્ય રાખો અથવા નવા પાસ ઈસ્યુ કરોઃ વેપારી એશો.

રાજકોટ તા. ર૩: રાજકોટ સહિતના મહાનગરોમાં હાલમાં રાત્રી કર્ફયુ અમલમાં છે ત્યારે માર્કેટયાર્ડના વેપારીઓ અને મજાુરો માટે અગાઉ કર્ફયુમાં ઇસ્યુ થયેલ 'પાસ' માન્ય રાખવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એશો.ના પ્રમુખ અતુલ કામાણીએ માંગણી કરેલ છે.

પ્રમુખ કમાણીએ જણાવ્યું હતું કે, યાર્ડમાં અત્યારે મગફળી તેમજ કપાસની મબલખ આવક થતી હોવાથી વેપારીઓ અને મજાુરોને મોડી રાત સુધી કામ કરવું પડતું હોય છે. કર્ફયુના લીધે કામ પડતું મુકીને વેપારીઓ અને મજાુરોને ઘરે જતું રહેવું પડતું હોય ખેડૂતોનો માલ વેચાયા વગરનો પડતર રહી જાય તેવી દહેશત છે. આ સ્થિતિમાં જીલ્લા કલેકટર દ્વારા અગાઉ કર્ફયુમાં પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા તે પાસ માન્ય રાખવા વેપારીઓ અને મજાુરોમાં માંગણી ઉઠી છે.

મોટા ભાગના વેપારીઓ અને મજુરો શહેરી વિસ્તારમાં રહેતા હોય જાૂના પાસ માન્ય રાખવા અથવા નવા પાસ ઇસ્યુ કરવા અંતમાં સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એશોના પ્રમુખ અતુલ કમાણીએ માંગણી કરી છે.

(3:38 pm IST)