રાજકોટ
News of Monday, 23rd November 2020

૧ ડીસે.થી શરૂ થનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા કોરોનાની સ્થિતિમાં મોકુફઃ સાંજે સત્તાવાર જાહેરાત

કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ તાકીદની બેઠક બોલાવી સમીક્ષા કરી

રાજકોટ, તા. ૨૩ :. દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવતા શિક્ષણ જગત ફરી ઓનલાઈન થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧ ડીસેમ્બરથી પરીક્ષા યોજવાની હતી જે હાલ અનિશ્ચિત બની છે.

રાજકોટ સહિત સુરત, અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧ ડીસેમ્બરથી શરૂ થનાર વિવિધ વિદ્યાશાખાની ૨૩ પરીક્ષા હાલની સ્થિતિમાં મોકુફ રાખવાની વિચારણા ચાલે છે.

આ અંગે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ જણાવ્યુ છે કે ૧ ડીસેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં ૫૫ હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. હાલની કોવિડ-૧૯ની સ્થિતિને જોતા પરીક્ષા મોકુફ રાખવાની વિચારણા ચાલી રહી છે. સાંજે મહત્વની બેઠકમાં ચર્ચા વિચારણા અને પરીક્ષા અંગે નિર્ણય થશે. સત્તાવાર જાહેર થશે.

પદવીદાન સમારોહ પણ જે ઓફલાઈન યોજાવાનો હતો તે હવે ઓનલાઈન યોજવાની ગતિવિધિ શરૂ થશે.

(4:25 pm IST)