રાજકોટ
News of Sunday, 24th January 2021

રાજકોટ મનપામાં 18 વોર્ડ અને 2 બેઠકો યથાવત :13 બેઠક અનામત રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત

રાજકૉટ: રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ 5 ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે

 . કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે.1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત છે

(10:19 am IST)