રાજકોટ
News of Sunday, 24th January 2021

રાજકોટના જીલા ગાર્ડનમાં 6 પક્ષીના મોત: પોલીસે પંચનામું કર્યું, પશુ ડોક્ટરને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સોંપ્યા, પીએમ રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ( હાલ બર્ડ ફલુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટર્લિંગ (rosy starling) નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જીલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતા ભક્તિનગર પોલીસ મથકના એ એસ આઈ ભરતસિંહ સોલંકી સાહિતે પહોંચી પંચનામું કરી પશુ ડોઝટરને બોલાવી પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ  પક્ષીઓના મોત કયા કારણે થયા હતા તે જાણી શકાશે.

(12:53 pm IST)