રાજકોટ
News of Sunday, 24th January 2021

ગોંડલ રોડ રેલવેના પુલ પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણ્યા વાહને ઠોકર મારતા વૃધ્ધ વલ્લભભાઇનું મોત

વલ્લભભાઇ વસોયા વહેલી સવારે મંદિરે દર્શન કરવા જતા’તા ને કાળ ભેટી ગયો

રાજકોટ : એસી ફૂટ રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા વૃધ્ધ વલ્લભભાઇ વસોયા (ઉ.વ.૭૦) વહેલી સવારે પોતાના ઘરેથી ચાલીને શ્યામ મંદિર દર્શન કરવા માટે જતા હતા ત્યારે ગોંડલ રોડ પર રેલવેના પુલ નજીક તપસી હોટલ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા વૃધ્ધના પગમાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમ સ્થળ પર પહોચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. સવજીભાઇ બાલાસરા તથા રાઇટર હરપાલભાઇ સોલંકીએ સ્થળ પર પહોચી કાર્યવાહી કરી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)