રાજકોટ
News of Sunday, 24th January 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના HRD વિભાગમાં ચિત્રનગરીના બે મહિલા કલાકારોએ ડેડ વૃક્ષમાં રંગોના પ્રાણ પૂર્યા

વૃક્ષ પર પક્ષીઓ ચણી શકે તેમજ પાણી પી શકે તે માટે વ્યવસ્થા પણ ગોઠવી

રાજકોટને સ્માર્ટ સિટી બનાવવામાં તેમજ રંગીલુ બનાવવામાં ચિત્ર નગરી પ્રોજેક્ટનો  અમૂલ્ય ફાળો રહેલો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે બિહામણા વૃક્ષને પણ રંગ બે રંગી કલરથી સાજ સજ્જા કરવામાં આવી છે.

તાજેતરમાં મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ ચિત્ર નગરી અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની દીવાલો પર તેમજ લોકઅપમાં 20થી વધુ ચિત્રો દોરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ દ્વારા ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલા હ્યુમન રિસર્ચ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે 60થી પણ વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે

ત્યારે મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ટીમ ચિત્ર નગરી દ્વારા રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ચિત્રો દોરવામાં આવ્યા છે. તો સાથો સાથ સમાજમાં સારો સંદેશ મળી શકે તે માટે અનેક જગ્યાએ સ્લોગન  પણ લખવામાં આવ્યા છે.

પરંતુ પ્રથમ વાર ડેડ વૃક્ષ એટલે કે એવું વૃક્ષ જેના પર કોઈ પણ જાતના ફળ ફૂલ આવતા ના હોય તેવા બિહામણા થઈ ગયેલા વૃક્ષ ને સુંદર બનાવવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તો સાથો સાથ વૃક્ષ પર પક્ષીઓ ચણી શકે તેમજ પાણી પી શકે તે માટે ની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આપણા સમાજમાં બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે કિસ્સાઓમાં ઘટાડો નોંધાઇ. તેમજ આદિમાનવથી લઈને અત્યાર સુધી માનવ કઈ કઈ રીતે ક્રાંતિ કરતો આવ્યો છે.

(10:20 pm IST)