રાજકોટ
News of Sunday, 24th January 2021

કેવડાવાડી શેરી, ન,2માં જુગાર રમતા 7 પુરુષો અને 6 મહિલાઓ ઝડપાયા : રોકડ -વાહનો સહીત 1.51 લાખનો મુદામાલ જપ્ત

એકીસાથે એક જ જગ્યાએ ભેગા થયા હોય સોશ્યલ ડીસ્ટન્સના ભંગની કાર્યવાહી કરાઈ

રાજકોટ : શહેરના કેવળવાદી શેરી ન,2માં જુગાર રમતા 7 પુરુષો અને 6 મહિલાઓ ઝડપાયા છે ભક્તિનગર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મકાનમાં જુગાર રમતા ધર્મેશ બાલાસરા,રાજન ડાંગર,માહિરાજ ચાવડા,વિમલ રાઠોડ,ભાવેશ જોબનપુત્રા,રાજેશ ટેંક અને વિપુલ બારિયાને ઝડપી લઈને 26420 રોકડ,1.25 લાખના વાહનો મળીને કુલ 1,51,420નો મુદામાલ જપ્ત કર્યો છે

 આ જુગારીઓ એકીસાથે એક જ જગ્યાએ ભેગા થયા હોય સોશ્યલ ડીસ્ટન્સના ભંગની કાર્યવાહી અલગથી કરાવમાં આવી છે

(11:49 pm IST)