News of Monday, 24th January 2022
રજવાડી કલબ દ્વારા બુધવારથી નાનામૌવા સર્કલ પાસે પ દિવસીય એકઝીબીશન
રાજકોટ : જરૂરીયાતમં બહેોને કરીયાવર આપી વિનામુલ્યે લગ્ન કરાવી આપવાના ઉમદા આશયથી રજવાડી ફેમીલી કલબ દ્વારા તા. ૨૬ થી ૩૦ નાના મૌવા સર્કલ પાસે, પ્રતિલોક પાર્ટી પ્લોટમાં 'એકઝીબીશન કમ સેલ'નું આયોજન કરાયુ છે. એકઝીબીશનની સાથે પાંચ દિવસ ડાન્સ, ફેશન, બ્રાઇડલ, ફેન્સી ડ્રેસ, થાળી ડેકોરેશન, મહેંદી સહીત વિવિધ કોમ્પીટીશન સાથે મનોરંજક કાર્યક્રમો થશે. આ માટે રજવાડી કલબના મનીષભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સહેલી કલબના પ્રજ્ઞાબેન દતાણી, સોનલબેન પુજારા, કરૂણાબેન સોમૈયા, પારૂલબેન લાખાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:43 pm IST)