રાજકોટ
News of Monday, 24th January 2022

કનક રોડ ફાયર બ્રિગેડ પાસે અને બેડીપરામાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

એ ડીવીઝન પોલીસે બે અને બી ડીવીઝન પોલીસે ત્રણની ધરપકડ કરી

રાજકોટ તા. ર૪: કનક રોડ પર ફાયર બ્રિગેડ પાસેથી એ ડીવીઝન પોલીસે બે અને બેડીપરા ગંગેશ્વર રોડ પરથી બી ડીવીઝન પોલીસે ત્રણને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કનક રોડ પર ફાયર બ્રિગેડ પાસે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે. એમ. ભટ્ટ તથા એ.એસ.આઇ. બી. વી. ગોહિલ, કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પવન દેવકુમારભાઇ પ્રીયાણી (રહે. પરસાણાનગર શેરી નં. ૧ જામનગર રોડ) અને ફારૂક મહંમદભાઇ કાસમાણી (રહે. સદર બજાર મેઇન રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કે. કે. નિકોલા તથા કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા સહિતે બાતમીના આધારે બેડીપરા ગંગેશ્વર રોડ પર દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા મેહુલ બાબુભાઇ સિંધવ, રામ વજુભાઇ ચાવડીયા અને પ્રવિણ જાદવભાઇ સોલંકી (રહે. બેડીપરા ગંગેશ્વર રોડ પર લંગડા હનુમાનજીના મંદિર વાળી શેરી) ને પકડી લઇ રૂ. ર૦પ૦ ની રોકડ કબજે કરી હતી.

(3:45 pm IST)