રાજકોટ
News of Tuesday, 24th May 2022

બેડી યાર્ડ પાસે ‘હિટ એન્‍ડ રન': રાજસ્‍થાની મજૂર અશોક ચોૈધરીનું કારની ઠોકરે મોત

કુટુંબી ભાઇ સાથે યાર્ડમાં જ રહી મજૂરી કરતો'તોઃ રસ્‍તો ઓળંગતી વખતે કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ બેડી માર્કેટ યાર્ડ પાસે રાત્રીના હિટ એન્‍ડ રનની ઘટનામાં રાજસ્‍થાની મજૂરનું મોત નિપજ્‍યું હતું. મુળ રાજસ્‍થાન બાડમેરનો અશોક ઉર્ફ આશુરામ દલારામ ચોૈધરી (ઉ.૨૧) બેડી યાર્ડમાં કુટુંબી ભાઇ ચતુરારામ સાથે રહી મજૂરી કરતો હતો. ગત રાતે દસેક વાગ્‍યે તે કોઇ કામ માટે યાર્ડ બહાર રસ્‍તો ઓળંગીને જતો હતો ત્‍યારે અજાણ્‍યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

અશોક ઉર્ફ આશુરામ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. બનાવથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃતદેહને વતન લઇ જવામાં આવ્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:32 pm IST)