રાજકોટ
News of Tuesday, 24th May 2022

થોરાળામાં પિતા પર ખુરશી ઉગામી, સળગતો ચુલો ફેંકવા પ્રયાસ કરતાં અજયની ધોલાઇ

પિતા અને ભાઇએ મળી ફટકાર્યોઃ વારંવાર ખેલ કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: થોરાળાના વિનોદનગર-૧માં રહેતાં અજય રામજીભાઇ પરમાર (ઉ.૨૦)ને તેના જ પિતા રામજીભાઇ અને ભાઇ દિપકે મળી પાઇપથી ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

અજય રાતે જ સારવાર બાદ રજા લઇને જતો રહ્યો હતો. તેના પિતા રામાજીભાઇએ ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે અજય કંઇ કામધંધો કરતો નથી અને અવાર-નવાર ઘરમાં ખેલ કરતો રહે છે જે અમે સહન કરીએ છીએ. ગત રાતે તે બહાર શેરીમાં ડખખા કરી ગાળો બોલતો હોઇ કોઇએ મને જાણ કરતાં હું તેને ઘરે લઇ આવતાં અને સમજાવતાં મારા પર ખુરશી ઉગામી મારી લીધી હતી અને બાદમાં લોખંડનો સળગતો ચુલો ઉપાડી મારા પર ફેંકવા પ્રયાસ કરતાં મેં પણ બચાવમાં મારકુટ કરી લીધી હતી.

(1:32 pm IST)