રાજકોટ
News of Thursday, 24th June 2021

શહેરીજનોની સુરક્ષા માટે જુદા-જુદા મુખ્ય માર્ગો પર આવેલ સ્પીડબ્રેકર તથા ડીવાઇડરમાં રિફલેકટર, કેટ આઇ મુકવા ડે.મેયર ડો. દર્શિતાબેન શાહનું સુચન

રાજકોટ,તા.૨૪:  શહેરનો દિન પ્રતિદિન આજે વિકાસ થઇ રહ્યો છે ત્યારે ટ્રાફિકમાં પણ સ્વભાવિક પણ વધારો થતો હોય છે. લોકો દ્વારા ટ્રાફિક પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તથા અકસ્માતનો ભય ન રહે તે ધ્યાને લઇ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા ટ્રાફિક અનુલક્ષી સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ છે.

જેમાં શહેરમાં આવેલ મુખ્ય માર્ગો પર જયાં સ્પીડ બ્રેકર ઉપર પટ્ટા(થર્મોપ્લાસ્ટ) નીકળી ગયા છે અથવા તો પટ્ટા મારવાના બાકી હોઈ તે સ્પીડ બ્રેકર પર કરવા તેમજ સ્પીડ બ્રેકર બંને સાઈડ વોર્નિંગ બોર્ડ મુકવા, તથા સાઈનબોર્ડ, તેમજ ડીવાઈડરના બંને છેડે રિફલેકટર મુકેલ ન હોઈ ત્યાં રિફલેકટર મુકવા જેથી અકસ્માતનો ભય ન રહે.ડીવાઈડર માં જરૂર જણાયે બોલાર્ડ મુકવા તથા સ્ટોપલાઈન તેમજ ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરવા તેમજ જરૂર જણાયે સ્પીડ બ્રેકર પાસે કેટ આઈ મુકવા સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ છે. જેથી સ્પીડ બ્રેકર પાસે રાત્રીના સમયે પણ અકસ્માતનો ભય ન રહે તેમજ લોકો પણ ટ્રાફિક પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તેવુ વધુમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ આ તકે જણાવેલ છે.

(3:34 pm IST)