રાજકોટ
News of Thursday, 23rd June 2022

પૂર્વ મામલતદાર ચાવડાનું ઓપરેશનઃ કરોડોની જમીન ખૂલ્લી

૩૬ કાચા-પાકા મકાનો-બે મંદિર-ઘેટા-બકરાના વાડા ઉપર બૂલડોઝર ફેરવી દેવાયું : કલેકટરની સૂચના બાદ કાર્યવાહી : નાયબ મામલતદાર વાછાણી અને ટીમ દ્વારા આજીડેમ પાસે કાર્યવાહીઃ પોલીસનો સઘન બંદોબસ્‍ત-લોકોના ટોળાઃ ઓપરેશન આખો દિવસ ચાલશે

રાજકોટના પૂર્વ વિસ્‍તારના મામલતદાર શ્રી ચાવડા તથા તેમની ટીમે સઘન પોલીસ બંદોબસ્‍ત સાથે આજીડેમ-માંડા ડુંગર પાસે કરોડોની જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો તોડી પડાયા તે નજરે પડે છે
રાજકોટ તા.રર : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુની સૂચના બાદ પૂર્વ વિસ્‍તારના મામલતદાર શ્રી ચાવડા અને તેમની ટીમે આજે થોરાળાના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૧પ ની રપ૦૦ ચો.મી.કરોડોની ગણના થાય છે. તેની ઉપર ખડકાઇ ગયેલા આડેધડ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઇ જમીન ખૂલ્લી કરાવી હતી, દબાણ હટાવ સમયે લોકોના ગેળા એકઠા થયા હતા, જીઇબીની ટીમોએ કનેકશન કાપી નાંખ્‍યા હતા, સઘન પોલીસ બંદોબસ્‍ત હોય કોઇ બનાવ બન્‍યો ન હતો અધીકારી સૂત્રોના કહેવા મુજબ બપોરે  ર વાગ્‍યા સુધીમાં ૧પ મકાનો તોડી પડાયા છે, કુલ ૩૬ મકાનો-બે મંદિર અને એક ઘેટા-બકરા પુરવાનો વાડો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે. મંદિરમાં એક મેલડીમાંનો વિસામો, બીજુ ગંગાગીરી માતાજી ગુરૂત્રીરી બાપુનું રહેણાંક અને મંદિર બંને સાથે હોય તે દૂર કરાયા હતા.
કુલ ૩૭ આસામીઓએ આજીડેમ પાસે માંડાડુંગરથી ભાવનગર રોડ તરફ આવેલ સરકારી ખરાબાની વીશાળ જગ્‍યાઓ ઉપર રહેણાંક કાચા-પાકા મકાનો ઉભા કરી દિધા તે તોડી પાડવા આજે ઓપરેશન હાથ ધરાયું હતું. મામલતદાર શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર શ્રી આર.કે. વાછાણી, તલાટીઓ જયેશ વાઘેલા, અમૃતાબેન સાવલીયા, વિક્રમ બકુત્રા, મહેશ પંડયા, પ્રશાંતભાઇ તથા તેમની ટીમે સવારથી કામગીરી ચાલૂ કરી હતી, કુલ રપ૦૦ ચો.મી.ઉપર ઉભા થઇ ગયેલ મકાનો ઉપર બુલડોઝર ફેરવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
જેમના મકાનો તોડી પડાયા તેમાં ગીતાબેન રતીભાઇ, નીતીન રતુભાઇ, રતીભાઇ ચાડમીયા, કાળુભાઇ ચાડમીયા, ભરત માથાસુયા, બાબુભાઇ વજેલીયા, અશોક માથાસુયા, રામસીંગભાઇ વાઘેલા, પ્રકાશ સાઢમીયા, સવજીભાઇ વાઘેલા, અરજણ પરમારનો સમાવેલ થાય છે.
જેમનું બપોર બાદ અથવા તો કાલે તોડી પાડવા ઓપરેશન હાથ ધરાનાર છેતેમા઼ મંદિર (મેલડીમાનો વિસામો) રણછોડભાઇ ભરવાડ, ચંપાબેન ઉકાભાઇ પરમાર, ગંગાબેન ખીમાભાઇ અવડીયા, દેવાભાઇ કેશુભાઇ ચૌહાણ, ભરતભાઇ કેશુભાઇ ચૌહાણ, અર્જુનભાઇ લાલજીભાઇ પરમાર, રમેશભાઇ વેલજીભાઇ સોલંકી, સવશીભાઇ ખાવડીયા, કરણભાઇ લાલજીભાઇ પરમાર, વિહાભાઇ સોલંકી, રમેશભાઇ બચુભાઇ ચારોલીયા, બટુકભાઇ ખીમાભાઇ ખાવડીયા, બટુકભાઇ ખીમાભાઇ ખાવડીયા, ધમાભાઇ દેવશીભાઇ ટાપરીયા, ગંગાગીરી માતાજી ગુરૂગીરી બાપુ, બુધ્‍ધ વિશ્વભરની બાજુનુ ઝુપડુ બોધ્‍ધ વિહાર, કાળુભાઇ રાજુભાઇ દેત્રોજીયા, હિતેશભાઇ સોલંકી, ભુરાભાઇ ડામોર  ઝૂપડા, અરવિંદભાઇ વિપુલભા દેવી પુજક આયશાબેન સુલતાનશા, રફીકભાઇ ગારભાઇ મહમંદ, રાકેશભાઇ મોહનભાઇ પરમારનો સમાવેશ થાય છે.

 

 

(3:30 pm IST)