રાજકોટ
News of Thursday, 23rd June 2022

મનપા તંત્ર પાણી વિતરણમાં વધુ એક વાર ઢીલુ પુરવારઃ ન્‍યુ રાજકોટના ૩ વોર્ડમાં ૫ કલાક નળ મોડા આવ્‍યા

રૈયા ધાર પમ્‍પીંગ સ્‍ટેશનમાં નર્મદા નીર ઓછા આવતા વોર્ડ નં. ૧-૯-૧૦માં અસર : ગૃહિણીઓમાં દેકારો

રાજકોટ,તા. ૨૨ : ઉનાળાની ઋતુ હજી ગઇ નથી ત્‍યાં જ મનપા દ્વારા વધુ એક વાર પાણી વિતરણમાં ઠાગાઠૈયા કરવામાં આવ્‍યા છે.

નર્મદા નિરનું પાણી રૈયા ધાર પમ્‍પીંગ સ્‍ટેશનમાં ઓછુ આવતા તંત્ર દ્વારા વોર્ડ નં. ૧, ૯ અને ૧૦ વિસ્‍તારોમાં પાણી વિતરણ નિયત સમય સવારે ૯ અને બદલે બપોરે ૨ વાગ્‍યે કરવામાં આવ્‍યું હતું.

શહેરના વોર્ડ નં. ૧ (આખો) તથા ૯ અને ૧૦ (પાર્ટ)માં આજે ૫ કલાક પાણી વિતરણ મોડુ થતા ભારે દેકારો બોલી ગયો હતો. ગૃહિણીઓમાં રાડ બોલી ગઇ હતી.  જો કે મોડેથી બપોરે ૨ વાગ્‍યા આસપાસ ઉપરોકત વોર્ડમાં પાણી વિતરણ થતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

(3:29 pm IST)