લોધીકા પાસે જુગારની મીની કલબ ઉપર પોલીસ ત્રાટકી : રાજકોટની ૩ મહિલા સહિત ૧૨ પકડાયા
ધૂળીયા દોમડા ગામે વાડીમાં ગોરધન પટેલ જુગાર રમાડતો'તો : ૩૫,૫૦૦ લાખની રોકડ સહિત ૨.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે : પીએસઆઇ કે.કે.જાડેજા તથા ટીમનો દરોડો
રાજકોટ તા. ૨૩ : લોધીકાના ધુળીયા દોમડા ગામે વાડીના મકાનમાં ચાલતી જુગારની મીની કલબ ઉપર લોધીકા પોલીસે દરોડો પાડી રાજકોટની ત્રણ મહિલા સહિત ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
ધુળીયા દોમડા ગામની સીમમાં ગોરધન રાઘવભાઇ પટેલ પોતાની વાડીના મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ લોધીકાના પીએસઆઇ કે.કે.જાડેજા તથા એ.એસ.આઇ. હરદીપસિંહ જાડેજા સહિતની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટની ત્રણ મહિલા સહિત બાર શખ્સોને રોકડા રૂા. ૩૫,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧૦ મળી કુલ ૨.૬૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) અરજણ પાલભાઇ ચાવડા ધંધો ખેતીકામ રહે. દાત્રાણા તા. જામખંભાળીયા (ર) દેવાયત કુભાભાઇ આંબલીયા ધંધો ખેતી રહે. હંજડાપર, તા. જામખંભાળીયા, દ્વારકા (૩) ગભરૂ કાનાભાઇ ડાંગર ધંધો ખેતીકામ રહે. ચોટીલા કુશીનગર-૩ (૪) નીતીન કાનાભાઇ ડાંગર ધંધો. વાણંદકામ રહે. બેરાજા, તા. જામખંભાળીયા (પ) નીકીતાબેન અલ્પેશભાઇ સાવલીયા ધંધો. ઘરકામ રહે. રાજકોટ ગુંદાવાળી ગોવિંદપરા લક્ષ્મીવાડી મેઇન રોડ (૬) સવીતાબેન પુનાભાઇ ભલગામડીયા ધંધો. ઘરકામ રહે. રાજકોટ માર્કેટ યાર્ડ પાસે પુંઠાના કારખાના પાસે (૭) સેહલાજ રહીમભાઇ ઠેબા ધંધો ડ્રાઇવીંગ રહે. રાજકોટ ગુંદાવાડી લક્ષ્મીનગર મેઇન રોડ મુળ ગામ કેશોદ ગાયત્રી મંદીર પાસે ટી.બી. હોસ્પિટલ રોડ ગંગનાથપરા (૮) વિક્રમ મોતીભાઇ આલ ધંધો ડ્રાઇવીંગ રહે. રાજકોટ, એસઆરપી કેમ્પ ઘંટેશ્વર સામે મૂળ ગામ જસદણ પોલીસ લાઇન પાસે તા. જસદણ (૯) રમેશ બચુભાઇ મારકણા ધંધો વેપાર રહે. કાલાવડ ધોરાજી રોડ ખોડીયારપરા (૧૦) મનુભાઇ જીણાભાઇ ચૌહાણ ધંધો ઘરકામ રહે. રાજકોટ વર્ધમાનનગર એસ.આર.પી. કેમ્પ પાસે (૧૧) રાજા ઘેલાભાઇ ટારીયા ધંધો મજુરી રહે. ચેલાગામ તા. જી. જામનગર તથા વાડી માલીક (૧૨) ગોરધન રાઘવભાઇ ધામેલીયા ધંધો ખેતીકામ રહે. ધુડીયા દોમડા તા. લોધીકાનો સમાવેશ થાય છે. પકડાયેલ તમામ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો.