વામ્બે આવાસના કવાર્ટરમાં કાર નીચે કચડી પાળેલા કુતરાનું મોત નિપજાવનાર ચાલક સામે ગુનો
જ્યોતીબેન ગોસાઇની તાલુકા પોલીસમાં જયદીપ બગડા સામે ફરિયાદ
રાજકોટ,તા. ૨૩ : નાના મવા રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના કવાર્ટર પાસે પાળેલા કુતરાનું કચડી મોત નિપજાવનાર ઇકો કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૯ કવાર્ટર નં. ૨૩માં રહેતા જયોતીબેન મનસુખભાઇ ગોસાઇ (ઉવ. ૪૬)એ તાલુકા પોલીસ મથકમાં આવાસ યોજના કવાર્ટરમાં રહેતા જયદીપ શૈલેષભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી છે. જયોતીબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે ગઇ કાલે પોતે ઘર પાસે હતા. ત્યારે જયદીપ બગડા પોતાની ઇકો કાર લઇને કુતરાનું પુર ઝડપે આવી પોતે પાળેલા કુતરાનું ઉપર ચડાવી દઇ તેનું મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવની જાણ કરતા તાલુકા પોલીસે જયદીપ બગડા વિરૂધ્ધ આઇપીસી ૨૭૯,૪૨૮ તથા એમવી એકટની કલમ હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.