રાજકોટ
News of Thursday, 23rd June 2022

રેડિયસ પાર્ટી લોન્સ યોજીત ક્રિકેટ ટુર્ના.માં સાંઇ ઇલેવન વિજેતા

રાજકોટ : નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પર આવેલ ધી નીલ્સ સંજયરાજ રેડિયસ પાર્ટી લોન્સ ગ્રાઉન્ડમાં કુલ ૮ ટીમો વચ્ચે ક્રિેકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યા ઇલેવન, પેન્થસ ઇલેવન, ટીચર્સ ઇલેવન, બ્રધર્સ ઇલેવન, ફોનિકસ ઇલેવન, સાંઇ ઇલેવન અને ટીમ રેડિયસ જે ટુર્નામેન્ટમાં ટી-૨૦ ફોરમેટમાં પાંચ મેચની શ્રેણી રાખવામાં આવેલી હતી. જેમાં ફાઇનલમાં સાંઇ ઇલેવને રેડિયસ સામે વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમ સાંઇ ઇલેવન ને રૂા. ૨૨,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ રનર અપ ટીમ ૫૫૦૦ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સીરિઝ દરમ્યાન બેસ્ટ બેટ્સમેન દીપક રૂપારેલ અને બેસ્ટ બોલર માધવ રાડિયા બન્યા હતા. ભાગ લેનાર બધી ટીમના સભ્યોને આશ્વાસન ઇનામો અપાયા હતા. ટુર્નામેન્ટના આયોજક સ્વરાજભાઇ રાજગુરૂએ બધી ટીમોને ટુર્નામેન્ટનમાં ભાગ લેવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

(4:18 pm IST)