ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા દલિત વિસ્તારોમાં સદસ્યતા ઝુંબેશનો પ્રારંભ
રાજકોટ,તા. ૨૩ : પ્રદેશ ભાજપ અનુ.જાતિની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ડો.પ્રદ્યુમનભાઇ વાજાના માર્ગદર્શન હેઠળ દલિત વિસ્તારોમાં મુખ્ય આગેવાનો સાથે લોકસંપર્ક અને દલિત વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવા માટેની ઝુંબેશ સહીતના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ડો.પ્રદ્યુમનભાઇ વાજા વોર્ડ નં. ૪, વોર્ડ નં. ૫ અને વોર્ડ નં. ૧૫ અને ત્યારબાદ વોર્ડ નં. ૩માં વાલ્મીકી વિસ્તારમાં વોર્ડના આગેવાન સાથે લોકસંપર્ક-પ્રાથમિક સદસ્યતા ઝુંબેશ, રામદેવપીર મંદિર ખાતે મહાઆરતીનો લાભ તેમજ વિવિધ વોર્ડમાં દલિત આગેવાનના ઘરે અલ્પાહર અને ભોજનનો લાભ લીધો હતો.
આ તકે ડો.પ્રદ્યુમનભાઇ વાજા સાથે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ અનુ. મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, પ્રદેશ અનુ.મોરચાના કાર્યાલય મંત્રી મૌલીકભાઇ જાદવ, સોનલબેન ચોવટીયા, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેર અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયા, કોર્પોરેટર પરેશ પીપળીયા, કંકુબેન ઉધેરજા, જયશ્રીબેન ચાવડા, દીલીપ લુણાગરીયા, હાર્દિક ગોહેલ, શિક્ષણ સમિતિના રવિ ગોહેલ, વોર્ડ પ્રભારી રમેશ અકબરી, વોર્ડ પ્રમુખ દીનેશ ઘીયાળ, હેમભાઇ પરમાર, મહામંત્રી કાનાભાઇ ઉધરેજા, મહેશ બથવાર તેમજ સફાઇ કામદાર સેલના કન્વીનર અજય વાઘેલા, મોરચાના પૂર્વ પ્રમુખ લાખાભાઇ બગડા, ડી.બી.ખીમસુરીયા, પુર્વ કોર્પોરેટર અનીલ મકવાણા, દેવજીભાઇ ખીમસુરીયા તેમજ મુકેશ પરમાર તેમજ સફાઇ કામદાર નિગમના પૂર્વ ડીરેકટર મુકેશ પરમાર સહીતના આગેવાનો જોડાયા હતા. તેમજ આ તકે અનુ.જાતિ મોરચાના જયંતી ધાંધલ, ઇશ્વર જીતીયા, દીનેશ સોલંકી, દીનેર બારોટ, શોભીત પરમાર, જયસુખ બારોટ, સંજય બગડા, જીજ્ઞેશ રત્નોતર, અનીલ શ્રીમાળી, નરેશ ચૌહાણ, પુષ્કર પરમાર, કાળુભાઇ વાઘેલા, કાંતીભાઇ બગડા, રાજેશભાઇ ચાવડા, ડાયાભાઇ વેગડા, વિજય પરમાર, કેશુભાઇ ગોહેલ, કપીલભાઇ વાઘેલા, મનહરભાઇ બાબરીયા, ગીતાબેન પારઘી, પ્રવિણભાઇ ચાવડા, દક્ષાબેન વાઘેલા, સચિન પરમાર, નીલોક પરમાર, મનોજ ટીંબડીયા, દીપક વાઘેલા, અશ્વીનભાઇ વાણીયા, જયંતીભાઇ વીસરીયા, બીપીન પરમાર, નીખીલ રાઠોડ, મૌલીક પરમાર, રાજુભાઇ બાબરીયા, પ્રેમજીભાઇ રાઠોડ, એન.જી.પરમાર, રાણીબેન રાઠોડ, તુલસીભાઇ પરમાર, નીખીલ પરમાર, મહેન્દ્ર પરમાર, પ્રદીપ પરમાર, ગીરીશ ખીમસુરીયા, લાલાભાઇ અઘેરા, હરેશ મકવાણા,મગન ડવેરા, સાગર પારઘી, રાજેશ ચાવડા, દીપકભાઇ મકવાણા, ખોડાભાઇ ચૌહાણ, વિજય બગડા, રામજીભાઇ બગડા, મોહનભાઇ મકવાણા, મોહનભાઇ રાઠોડ, નાજભાઇ ગોહેલ, દેવજીભાઇ બાજોઠ, લક્ષ્મણભાઇ ગોહેલ, પ્રવિણભાઇ સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.