હત્યાની કોશિષ, મારામારી, દારૂના અનેક ગુનામાં સામેલ ધવલ ઉર્ફે ધવલો પાંચમી વાર પાસામાં
ભુજ જેલમાં ધકેલાયોઃ ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવ્યું
રાજકોટ, તા.૨૪: શહેરના અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુના તેમજ હત્યાની કોશીષ અને મારામારીના ગુનાામં સામેલ બુટલેગરને ક્રાંઇમ બ્રાંચે અટકાયત કરી પાંચમી વખત પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના સાંમા કાંઠા વિસ્તારમાં હત્ત્યાની કોશિષ, મારામારી તેમજ અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ અને ચાર વખત પાસાની હવા ખાઇ ચૂકેલા બુટલેગર ધવલ ઉર્ફે ધવલો ધીરેનભાઇ પુજારા (ઉ.વ.૩૨) (રહે.રાજમોતી મીલ પાછળ મયુરનગર મફતીયાપરા)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ. આર.વાય.રાવલ તથા હેડ કોન્સ. રાજુભાઇ, ઇન્દ્રજીતસિંહ, અને રાહુલગીરી ગોસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વોરંઠ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ.જયેશભાઇ, ચેતનસિંહ, હેડ કોન્સ વિરેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ અને સ્નેહભાઇ સહિતે ધવલ ઉર્ફે ધવલો ધીરેનભાઇ પુજારાની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો.