રાજકોટ
News of Thursday, 24th November 2022

રાજકોટ જિલ્લામાં ૮ બેઠકો ઉપર ૩૧ અપક્ષ ઉમદવારો

રોડ રોલર, ટ્રક, ઓટો રીક્ષા, માચીસ, ઈષાી, પ્રેસર કુકર સહિતના ચિન્‍હો ફાળવાયા

રાજકોટ તા. ૨૪:  ગુજરાત  વિધાનસભા ચૂંટણી - ૨૦૨૨ અન્‍વયે રાજકોટ જિલ્લામાં ૮ બેઠકો ઉપર મુખ્‍ય પાર્ટી સાથે ૩૧ જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે. રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓના સિમ્‍બોલ સ્‍થાયી હોઈ છે. જયારે અપક્ષ ઉમેદવારોને ૩૦૦ જેટલા ચિન્‍હોમાંથી  પસંદગીનું કોઈ એક ચિન્‍હ ફાળવવામાં આવે છે.

રાજકોટ   જિલ્લામાં અપક્ષ તરીકે ઉભા રહેલા ઉમેદવારોને લોકો નામની  સાથે તેમના ચિન્‍હ  થી ઓળખી મતદાન કરી શકે  તે માટે ફાળવેલા  ચિન્‍હોમાં મુખ્‍યત્‍વે બેટ, બ્રસ,કેમેરો, રોડ રોલર, પ્રેસર કુકર, હીરો, શેરડી  ખેડૂત,  ટી.વી. રિમોટ, ટ્રક, પેટી, કેરમ  બોર્ડ,  ઓટો  રીક્ષા, કોટ, કાતર, કોમ્‍પ્‍યુટર, ફૂટબોલ,  માચીસ  પેટી, લાઇટર, સીટી, ગેસ  સિલિન્‍ડર, ઈષાી, ટ્રક જેવા ચિન્‍હો ફાળવવમાં  આવ્‍યા હોવાનું અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરે માહિતી આપતા જણાવ્‍યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે   કે , રાજકોટ (પૂર્વ) ૬૮ બેઠક  ઉપર પાંચ,  રાજકોટ (પશ્ચિમ)  ૬૯ બેઠક  ઉપર સૌથી વધુ ૮, રાજકોટ (દક્ષિણ) ૭૦ બેઠક ઉપર ૫, રાજકોટ  (ગ્રામ્‍ય) ૭૧ બેઠક ઉપર ૬,  ૭૨ - જસદણ  બેઠક ઉપર ૨, ગોંડલ - ૭૩ બેઠક ઉપર સૌથી  ઓછા  ૧, જેતપુર - ૭૪ બેઠક  ઉપર ૨ તેમજ ધોરાજી - ૭૨ બેઠક ઉપર ૩ અપક્ષ મળી કુલ ૩૧ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા છે. 

(11:03 am IST)