રાજકોટ
News of Thursday, 24th November 2022

મોદીજી વિકાસનો પર્યાયઃ સંબિત પાત્રા

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતાની પ્રેસ કોન્‍ફરન્‍સઃ કલમ-૩૭૦, રામ મંદિર, સર્જિકલ સ્‍ટ્રાઇક વગેરે મુદે મોદીજીએ ઓકાત : દેખાડી દીધી છે, કોંગ્રેસની ઓકાતની વાત કરે તે દુખદઃ રાહુલની ભારત જોડો ભારત તોડો યાત્રા બનીઃ પાત્રા

પત્રકાર પરિષદ પ્રસંગની તસ્‍વીરમાં સંબિતજી સાથે રાજુ ધ્રુવ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.ર૪ : ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા ધુંઆધાર વકતા સંબિત પાત્રાએ વડાપ્રધાન મોદીજીને વિકાસના પર્યાય સમાન ગણાવ્‍યા હતા.

 કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક જ થાળીની બે બાજુ અર્થાત એકમેકના પર્યાય છે જે વિકાસના રોકવા ઇચ્‍છે છે જયારે બીજી તરફ દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને વિકાસના પર્યાયવાચી  શબ્‍દનારૂપમાં જોવામાં આવી રહયા છે અને તેના કારણે હિન્‍દુસ્‍તાનનું કદ વધ્‍યુ હોવાનું આજરોજ ભાજપના તેજ કરાર રાષ્‍ટ્રીય પ્રવકતા સંબીત પાત્રાએ રાજકોટમા આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યુ હતું.

પાત્રાએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન મોદી, રાજકોટને લઇને ખુબ જ ભાવુક છે કારણ કે, આ શહેરમાંથી તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના જીવનમાં રાજકોટનું કેટલું યોગદાન છે ? તે ખુદ તેઓએ સ્‍વીકાર્યુ છે ત્‍યારે તે વાતમાં કોઇ અતિશયોકિત નથી કે, ભાજપ જયારે પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવશે ત્‍યારે રાજકોટવાસીઓનું વિશેષ યોગદાન રહેશે.

તેમણે ઉમેર્યુ હતું કે, હું ઓરિસ્‍સાથી આવું છુ આજે પણ ઓરિસ્‍સામાં વડાપ્રધાન મોદીનું નામ  ઘરે ઘરે ગુંજી રહયુ છે. મોદીએ માત્ર મુખ્‍યમંત્રી જ નહીં પરંતુ પ્રધાનમંત્રી તરીકે જે રીતે વિકાસની ગાથા સમગ્ર દેશમાં પહોંચાડી છે. તેના કારણે આર્થિક દ્રષ્‍ટીકોણથી ૧૧માં ક્રમે  રહેલું  ભારત આજે  યુ.કે.થી આગળ થઇને પાંચમાં ક્રમે પહોંચી ગયુ છે. મોદીજીએ કાશ્‍મીરમાંથી એક ઝાટકે કલમ ૩૭૦ હટાવી છે. અયોધ્‍યામાં રામ મંદિર નિર્માણ શકય બન્‍યુ છે. પાકિસ્‍તાન ઉપર સર્જીકલ સ્‍ટ્રાઇક કરીને તેની ઓકાત દેખાડી દીધી છે. ત્‍યારે  દુઃખ સાથે કહેવું છે કે, મધુસુદન મિષાી અને કોંગ્રેસ પાર્ટી મોદીની ઓકાત બતાવવાનું કહે છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રાહુલ ગાંધી મેઘા પાટકરને લઇને ભારત તોડો યાત્રા કરે છે, આ એ જ મેઘા પાટકર છે જે ગુજરાતના વિકાસને અવરૂધ્‍ધ કરવા ઇચ્‍છતા હતા. જેમને આમ આદમી પાર્ટીએ ર૦૧૪માં ટિકીટ આપી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્‍ંન્‍ને  એક જ થાળીના ચટ્ટા-પટ્ટા છે જે વિકાસને રોકવા માંગે છે હવે કોંગ્રેસની રેલીઓમાં મોદીના નારા લાગી રહયા છે. આદિવાસીઓ માટે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવવાનું કામ કરી રહયા છે કહે છે કે તેમના દાદી ઇન્‍દીરા ગાંધીએ તેમને નાનપણમાં જે પુસ્‍તક આપ્‍યુ તેમાં આદિવાસીઓને જોઇને હું તેમના વિષે જાણતો થયો, ખરેખર તો ૭-૮ વર્ષની આયુમાં એક ફેરીટેલના રૂપમાં રાહુલ આ પુસ્‍તક જોતા હતા.  જયારે બીજી તરફ મોદીએ આદિવાસીઓના ઉધાર માટે અનેક પ્રેરણાદાયી કાર્યો કર્યા છે. પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવ પણ ઉપસ્‍થિત રહયા હતા.

(3:45 pm IST)