રાજકોટ
News of Thursday, 24th November 2022

નગ્‍મે સુહાનેઃ કાલે આમંત્રીતો માટે સંગીતનો કાર્યક્રમ

૧૧ ગાયક કલાકારો જુના-નવા ગીતો, કવ્‍વાલી પીરસશેઃ સુરસફર ઇવેન્‍ટસનું આયોજન

રાજકોટઃ સુરસફર ઇવેન્‍ટસ પ્રસ્‍તુત કરાઓકે ટ્રેક શો નગ્‍મે સુહાને અરવીંદભાઇ મણીયાર હોલ ખાતે કાલે તા.૨૫ને શુક્રવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે યોજાશે આ કાર્યક્રમ ફકત આમંત્રિત મહેમાનો માટે વીનામૂલ્‍યે રાખવામાં આવેલ છે.

સુરસફર ઇવેન્‍ટ સંગીતક્ષેત્રે હંમેશા કાંઇકને કાંઇક નવું નજરાણુ લઇને આવે છે અને નવી નવી ઉગતી પ્રતિભાઓને જરૂરી પ્‍લેટફોર્મ પુરૂ પાડે છે. સંસ્‍થાના અજય(રાજ) દવે, કિશોરસિંહ જેઠવા અને મુંબઇમાં શંકર-જયકિશન, ઓ.પી.નૈયર જેવા દિગ્‍ગજ સંગીતકારો સાથે સહાયક તરીકે કાર્યરત રહેલ અને કલાગુરૂ શ્રીલલીતભાઇ ત્રિવેદીનો સહયોગ મળી રહયો છે.

આ કાર્યક્રમમાં અજય(રાજ) દવે દ્વારા તાલીમ આપવામાં આવેલ કલાકારો ચિંતન દવે, દિપક રાવલ, શૈલેષ કડેચા, ધૈવત શુકલ, કલા રાવલ, કોમલબા જાડેજા,  તથા ગેસ્‍ટ સીંગર તરીકે રક્ષા રાવલ-દક્ષા ત્રિવેદી પોતાના બહુ ઓછા સ્‍ટેજ પર લેવાતા હોય તેવા અલબેલા ગીતો રજુ કરશે

આ કાર્યક્રમમાં (૧) મૌસમ હૈ આશીકાના, (૨) દિલ ઢૂંઢતા હૈ, (૩) અજી રૂઠ કર અબ કહા જાઇએગા, (૪) શાંત ઝરૂખે વાટ, (૫) ચડતા સરજ ધીરે ધીરે (૬) હસ્‍તા હુવા નુરાની ચહેરા (૭) અખીયન સંગ અખીયા, (૮) હવા કે ઝોકે આજ મૌસમો સે, (૯) કીસી પથ્‍થર કી મુરત સે જેવા અવનવા ગીતો પીરસાશે (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)