રાજકોટ
News of Thursday, 24th November 2022

સિનિયર બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્‍ટ માટે શનિવારે રાજકોટમાં સિલેકશન

રાજકોટઃ અમદાવાદ ખાતે તા.૧૪/૧૨ થી તા.૧૮/૧૨ દરમ્‍યાન રમાનાર સિનીયર બહેનોની ફૂટબોલ ટુર્નામેન્‍ટ માટે રાજકોટ ડિસ્‍ટ્રીકટ ફુટબોલ ટીમનું સિલેકશન તા.૨૬/૧૧ શનિવારના રોજ બપોરના ૩ કલાકે રેલ્‍વે લોકો કોલોની ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રાખવામાં આવેલ છે.

આ સિલેકશનમાં રસ ધરાવતા ખેલાડીઓ પોતાની કીટ સાથે ફુટબોલ ગ્રાઉન્‍ડ ઉપર રોહીત બુંદેલા (મો.૯૪૦૯૩ ૦૩૪૯૪), અજય ભટ્ટ (મો.૯૮૭૯૫ ૭૭૯૯૪), અરવિંદ મકવાણા (મો.૯૮૯૮૮ ૭૨૩૧૫)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)