રાજકોટ
News of Thursday, 24th November 2022

પ્રેમસંબંધે થયેલ રાહુલ હત્‍યા કેસમાં પકડાયેલ બે આરોપીઓનો જામીન પર છોડવા કોર્ટનો આદેશ

રાજકોટ તા.૨૪: અત્રે પ્રેમસંબંધમાં થયેલા ખુનના ગુન્‍હામાં મુખ્‍ય આરોપીઓનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ-અમરનગર શેરી નં.૧માં રહેતા અંજુબેન પ્રદિપભાઇ સોલંકીએ કુલ-૮ આરોપીઓ વિરૂધ્‍ધ તેઓના પુત્ર રાહુલનું લાકડી, ધોકા, તલવાર, વિગેરે જેવા ઘાતક હથીયારોથી એક સંપ કરી મંડળી રચી મૃત્‍યુ નિપજાવેલ હતું. જે અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વ્‌ારા (૧) હંસાબેન રાજેશભાઇ પીપળીયા (૨) જીતેન્‍દ્ર પ્રતાપભાઇ કોરડીયા (૩) જયેશ દેવજીભાઇ કોરડીયા (૪) દેવજીભાઇ મોહનભાઇ કોરડીયા (૫) સુભાષ દીનેશભાઇ બોહકીયા (૬) રવિ દિનેશભાઇ બોહકીયા (૭) સંધ્‍યાબેન દીનેશભાઇ બોહકીયા (૮) ઇલાબેન દીનેશભાઇ બોહકીયા વિગેરે વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધવામાં આવેલ હતો

માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વારા સૌપ્રથમ આઇ.પી.સી.કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૫૨ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ વિગેરે કલમો મુજબનો ગુન્‍હો નોંધેલ હતો ત્‍યારબાદ આ કામમાં ઇજાગ્રસ્‍ત રાહુલનું મૃત્‍યુ નીપજતા આઇ.પી.સી કલમ ૩૦૨, ૧૨૦(બી)નો ઉમેરો કરવામાં આવેલ હતો. જેમાં માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વારા ૮ આરોપીઓની  ધરપકડ કરવામાં આવેલ ત્‍યારબાદ ફરિયાદીના વિશેષ નિવેદનના આધારે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વારા વધારાના ૮ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ હતી.

ત્‍યારબાદ આ કામમાં માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ રજુ થયા બાદ ઉપરોકત આરોપી શુભમ ઉર્ફે સુભાષ દીનેશભાઇ બોહકીયા તથા રવિ દીનેશભાઇ બોહકીયાએ સેશન્‍સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી

આ કામમાં સેશન્‍સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અન્‍ય ૧૪ આરોપીઓને જામીન મુકત કરવામાં આવેલ છે તેમજ આ કામમાં ચાર્જશીટ પણ રજુ થઇ ગયેલ છે અને કેસ ચાલવા ઉપર આવી ગયેલ છે ઉપરોકત સંજોગોમાં કાયદાકીય પરિસ્‍થિતિ બચાવપક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તથા અરજદાર તરફે રજુ કરવામાં આવેલ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ સેશન્‍સ અદાલત દ્વારા શુભમ ઉર્ફે સુભાષ દિનેશભાઇ બોહકીયા તથા રવિ દિનેશભાઇ બોહકીયાને રૂા.૨૦,૦૦૦/-ના શરતી જમીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીવતી રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોશી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(4:21 pm IST)