રાજકોટ
News of Thursday, 24th November 2022

વિરાણી અઘાટ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં થયેલ શ્રમિકની હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપીને કલમ ૩૦૪ હેઠળ સાત વર્ષની સજા

રાજકોટ તા.ર૪ : અત્રે વિરાણી અઘાટમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મજુરી કામ કરવા સમયે માલ ચકાવવા બાબતે થયેલ માથાકુટના કારણે શ્રમિકની થયેલ હત્‍યા તેમજ અન્‍ય આહેદોને ઇજા કરવાના ગુન્‍હામાં પકડાયેલ અને અહીના ગોંડલત રોડ ઉપર સાંઢીયા પુલ પાસે શ્રીહરી સોસાયટીમાં ભાડે મકાનમાં રહેતા મુળ મુ.યુ.પી.ના એવા આરોપી સુનીલ તેજબહાદુરસીંગ રાજપુત સામેનો કેસ ચાલી જતા અધિક સેસન્‍સ જજીશ્રી બી.ડી.પટેલે આરોપીને ાસપરાધ મનુસ્‍વવંશ ધારા હેઠળના ગુન્‍હામાં કલમ ૩૦૪ (પાર્ટ) ર હેઠળ તકસીરવાન ઠરાવીને સાત વર્ષની સજા અને રપ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડની રકમ ન ભરેતો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે અતરે સહકારનગર મેઇન રોડ ઉપર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા ફરીયાદી વિજય ઘનશ્‍યામ દેશાણીએ ફરીયાદ નોંધાવી હતી બનાવની વિગત મુજબ આરોપીએ ડીસમીના ઘા મારીને હત્‍યા ધરી હતી.

આ કામના આરોપી સુનીલ  તેજબહાદુરે ગઇ તારીખ ૧૩/૭/૧૪ ના કલાક ૧૯ વાગ્‍યાના અરસામાં વિરાણી અઘાટ સીન્‍થેટીક ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં મજુરી કામ કરતા હતા ત્‍યારે અન્‍ય કારીગરો સાહેદ કબીર તથા પંડીત સાથે માલ ચઢાવવા બાબતે ઝઘડો થતા આ ઝઘડાના કારણે આરોપી સુનલી તેજબહાદુર એકદમ ઉશ્‍કેરાઇ જઇ ગુન્‍સે થઇ ડીસમીસ લઇથી ફરીયાદી વિજય ઘનશ્‍યામભાઇ દેશાણીને બંને હાથ તથા કપાળમાં મારમારી ઇજા કરી તથા સાહેદ ઘનશ્‍યામભાઇ બહાદુરસિંહ પરમારને પડખાના ભાગે મારમારી ઇજા કરી તથા સાહેબદ રાવતભાઇ ઉર્ફે રાજુભાઇને હાથમાં ઇજા કરી તેમજ સાહેદ દશરથસિંહ ફતેસિંહ જાડેજા ઉ.૩૪ વાળાને વાસામાં, પેટમાં પડખામા, છાતીમા ડીસમીસથી માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી જેમાં દશરથસિંહએ એચ.જે.દોશી હોસ્‍પિટલ, સ્‍ટ્રલીંગ હોસ્‍પીટલ, શ્રી જલારામ રઘુકુળ, સાર્વજનિલ હોસ્‍પિટલ, સીધ્‍ધી વિનાયક હોસ્‍પિટલ બાલવાટીકા, મણીનગર વિગેરે અલગ-અલગ હોસ્‍પિટલમાં સારવાર કરાવેલ. અને તા.ર/૭/ર૦૧પ ના રોજ ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મરણ જતા આરોપી સુનીલ તેજબહાદુર ઉપર આઇપી.સી.કલમ ૩૦ર, ૩ર૪ તથા બી.પી.એસીટીની કલમ ૧૩૪ (૧) મુજબના ગુન્‍હાનું ચાર્જસીટ કરવામાં આવેલ હતું.

આ બનાવ અંગેની ફરીયાદ વિજય ઘનશ્‍યામભાઇ દેશાણીએ તા.૧૪/૭/૧૪ ના રોજ આવેલ અને આરોપી સુનીલ તેજબહાદુરને તા.૧૪/૭/૧૪ ના રોજ અટક કરવામાં આવેલ.આ કેસમા સરકારી વકીલ તરૂણભાઇ માથુર દ્વારા કુલ ૧૯ સાક્ષીઓ તપાસવામાં આવેલ અને આશરે ૭૦ જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ જે મૌખીક તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ તેમજ સરકારી વકીલ તરૂણભાઇ માથુરની દલીલો ધ્‍યાને લઇ રાજકોટના સેસન્‍સ જજ બી.ડી.પટેલે આરોપી સુનીલ ભેજબહાદુરને આઇપી.સી. કલમ ૩૦૪ (ાા) માની સાત વર્ષની કેદ અને રા.રપ,૦૦૦ નો દંડ કરેલ છે અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ ૧ વર્ષની કેદનો હુકમ કરેલ છે.

આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ તરૂણભાઇ માથુર તેમજ મુળ ફરીયાદી વતી મુકુંદસિંહ સરવૈયા એડવોકેટ રોકાયેલા હતા.

(4:22 pm IST)