રાજકોટ
News of Wednesday, 25th January 2023

મનપાની વેરા શાખા ૨૦-૨૦ના મુડમાં : બપોર સુધીમાં ૧.૧૦ કરોડની વસુલાત

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા રોડ, સદર બજાર, જવાહર રોડ, કુવાડવા રોડ, ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, વિજય પ્‍લોટ, ગોંડલ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્‍તારોમાં એક નળ જોડાણ કટ, ૩૨ મિલ્‍કતો સીલ તથા ૧૪૩ને ટાંચ જપ્‍તીની નોટીસ

રાજકોટ તા. ૨૪ : મનપાની વેરા - વસુલાત શાખા દ્વારા કુલ ૩૨ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૧ - નળ કનેકશન કપાત તથા ૧૪૩ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ દ્વારા રીકવરી રૂા. ૧.૧૦ કરોડ કરવામાં આવી હતી. રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. ૧માં રામાપીર ચોક પાસે આવેલ ૪-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. રૈયા રોડ વિસ્‍તારમાં ૪-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૨ માં સદર બજાર માં આવેલ ‘ઓરબીટ કોમ્‍પ્‍લેક્ષ' માં ૩-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. જવાહર રોડ પર આવેલ એમ્‍બેસી ટાવર માં ૨-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. સદર બજારમાં ૧૦-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. શારદાબાગ પાસે આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ. નુતન પ્રેસ રોડ પર ૪-યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૪માં ડી માર્ટ વાળા રોડ પર ૮-મિલ્‍કતોને નોટીસ આપેલ. લાતી પ્‍લોટ વિસ્‍તારમાં ૭-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં. ૬માં પરશુરામ ઇન્‍ડ. એરીયામાં આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ. તથા ૧-યુનિટને સીલ મારેલ.

જ્‍યારે વોર્ડ નં. ૭માં ભક્‍તિનગર સ્‍ટેશનપ્‍લોટ પાસે આવેલ ‘નક્ષત્ર-૬' બિલ્‍ડીંગમાં ૮-યુનિટને નોટીસ આપેલ તથા ૫-યુનિટને સીલ મારેલ.  બોમ્‍બે હોટલ ચોક પાસે આવેલ ‘અજંતા કોમર્શીયલ કોમ્‍પ્‍લેક્ષ'માં ૧-યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ‘રોનક કોમ્‍પ્‍લેક્ષ'માં ૧-યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ ૨-યુનિટને સીલ મારેલ. વિજય પ્‍લોટ વિસ્‍તારમાં ૪-યુનિટને નોટીસ આપેલ. ગોંડલ રોડ પર આવેલ ‘અમર કોમ્‍પ્‍લેક્ષ' માં ૨-યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૧૪માં  કેવડાવાડી વિસ્‍તારમાં આવેલ ૩-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. સોરઠીયા વાડી વિસ્‍તારમાં ૪-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ. કેનાલ રોડ પર ૪-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૬માં ૮૦ ફૂટ રોડ પર ૧-યુનિટ સીલ.

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૩૨- મિલ્‍કતોને સીલ કરેલ તથા ૧-નળ કનેકશન કપાત તથા ૧૪૩-મિલ્‍કતોને ટાંચ જપ્તીᅠનોટીસ રીકવરી રૂા.૧.૧૦ કરોડ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર,  તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:19 pm IST)