રાજકોટ
News of Wednesday, 25th January 2023

શુક્રવારથી અદાણી એન્‍ટરપ્રાઇઝનો ૨૦ હજાર કરોડનો FPO ખુલશે : પ્રાયમરી માર્કેટમાં જબરો ધમધમાટ

FPO મલ્‍ટીપલ ટાઇમ ભરાવાની શક્‍યતા : રોકાણકારો અદાણી ઉપર મોટો દાવ લગાવશે

રાજકોટ તા. ૨૪ : શુક્રવાર તારીખ ૨૭ જાન્‍યુઆરીથી અદાણી એન્‍ટરપ્રાઇઝ નો FPO ખુલશે. FPO મતલબ ફોલો ઓન પબ્‍લિક ઓફર આઈપીઓ અને એફપીઓમાં બહુ ફરક ઈન્‍વેસ્‍ટર્સ માટે રહેતો નથી. એફપીઓમાં પણ આઈપીઓની જેમ જ સબસ્‍ક્રિપ્‍શન થાય છે.

અદાણી એન્‍ટરપ્રાઇઝ ના એફપીઓને લઈને બજારમાં જબરદસ્‍ત ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપ માં રોકાણકારો ને આ પહેલા ગ્રુપમાં નાણા રોક્‍યા હોય તેને અનેકગણા નાણા અદાણી ગ્રુપ શેરોમા થયા છે. અદાણી ગ્રુપ માર્કેટ લીડર ગ્રુપ છે અને જયારે એનો એફપીઓઆવી રહ્યો છે ત્‍યારે સ્‍વાભાવિક રોકાણકારો રોકાણ કરશે. એફપીઓમલ્‍ટીપલ ટાઈમ ભરાવા ની શક્‍યતા છે.

હાલમાં ફાઇનાન્‍સિયાલ યર ૨૦૨૩ની ત્રીજા ત્રિમાસિક પરિણામોની મોસમ છે. પરિણામો સારા આવી રહ્યા છે. દિગ્‍ગજ કંપનીઓ સારૂં પર્ફોમ કરી રહી છે. ઉપરાંત એકાદ વીક થી ડોલર સામે રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે. ફોરેક્ષ રીઝર્વમાં પણ સારો એવો વધારો થયાના સમાચાર છે. સેકન્‍ડરી માર્કેટમાં પણ સેન્‍સેક્ષ ૬૧૦૦૦ આસપાસ અને નિફટી ૧૮૦૦૦ ઉપર ટ્રેડ કરી રહી હોય સેકન્‍ડરી માર્કેટનો પણ સપોર્ટ એફપીઓને મળશે. જોકે એફપીઓનું લિસ્‍ટિંગ કેન્‍દ્રીય બજેટ રજુ થયા પછી થશે જેને લઈને રોકાણકારો સાવચેતી વર્તી રહ્યા છે.

 ઓવર ઓલ અદાણી ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ - સાત વર્ષમાં મળેલા વળતર ને જોતા એફપીઓ આસાનીથી ઓવર સબ સ્‍ક્રાઇબ થવાની શક્‍યતા છે. અદાણી અન્‍ટરપ્રાઇઝ ના એફપીઓનું લિસ્‍ટિંગ પાર્ટલી પેઈડ થશે. એલોટમેન્‍ટ મેળવનાર પાર્ટલી પેઈડ શેરો વેંચી શકશે. હોલ્‍ડ મનીની રકમ પાર્ટલી પેઈડ શેરો ખરીદનારે જયારે કંપની તરફ થી કોલ આવે ત્‍યારે ભરવાના રહેશે લિસ્‍ટિંગ ગેઇન માટે અરજી કરનારને કોલ ની રકમ ભરવાની જવાબદારી રહેશે નહી.

શેરબજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યા અનુસાર અદાણી એન્‍ટરપ્રાઇઝના એફપીઓને લઈને જબરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. રોકાણકારો પુરા જોશથી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરશે તેમા કોઈ શંકા નથી અને અદાણી એન્‍ટરપ્રરાઈઝના પાર્ટલી પેઈડ શેરોનું લિસ્‍ટિંગ પણ પ્રીમિયમથી થવાની શક્‍યતા છે. અને જો સારા એવા પ્રીમિયમ થી લિસ્‍ટિંગ થશે તો આવનારા દિવસોમાં પ્રાયમરી માર્કેટમાં નવા નવા આઈપીઓ મોટા પાયે આવવાની શક્‍યતા બજાર જોઈ રહ્યું છે.

(1:26 pm IST)