રાજકોટ
News of Wednesday, 25th January 2023

ચેક રિટર્ન કેસમાં ચાલુ કેસ દરમ્‍યાન પકડ વોરંટથી પકડાયેલ આરોપીને જેલહવાલે કરાયો

રાજકોટ,તા. ૨૫ : ચેક રીટર્નના કેસમાં ચાલુ ટ્રાયલે આરોપીને જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદી મનોજ રમણીકલાલ ચૌહાણ રહે .ભાવના સોસાયટી, શેરી નં. ૨, મોચીનગર પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટવાળાએ ગઇ તા. ૧/૭/૨૦૨૧ના રોજ આરોપી રણછોડભાઇ કમાભાઇ રગીયા, ન્‍યુ ખોડીયારનગર, શેરી નં. ૭/૧નો ખૂણો, ગોંડલ રોડ, રાજકોટવાળા વિરૂધ્‍ધ રૂા. ૫,૦૦,૦૦૦ નો ચેર રીર્ટન થવા અંગે રાજકોટની ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરેલ ફરિયાદી મનોજભાઇએ રણછોડભાઇને અંગત મિત્રતા તથા ઓળખાણના દાવે રૂા. ૫,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ.થી આપી પ્રોમીસરી નોટ લખાવેલ છતા પણ આરોપીએ નીયત સમય મર્યાદામાં પૈસા પરત ન ચુકવતા ફરીયાદીએ પૈસાની ઉઘરાણી કરતા આરોીએ લેણુ પરત ચુકવવા રૂા. ૫,૦૦,૦૦૦ નો ચેક આપેલ.

આરોપીએ ફરિયાદીને કાયદેસરનું લેણું ચુકવવા માટે ચેક ઓલ. જે ચેક પરત ફરતા ફરીયાદીએ ઉપરોકત હકીકતોવાળી ફરીયાદ દાખલ કરેલ. જે કેસમાં આરોપી રણછોડભાઇને સમન્‍સ બજી જતા રણછોડભાઇ કોર્ટમાં હાજર થયેલ અને ત્‍યારબાદ આરોપી રણછોડભાઇ તરફે વારંવાર કોર્ટમાં હાજરીમાંથી મુકિતનો રિપોર્ટ આપવામાં આવેલ અને કોર્ટના કોઇ સ્‍ઠેઇજ આરોપી તરફે આગળ ચલાવવામાં આવતા ન હોય આરોપીના તબક્કાવાર સ્‍ટેઇજ બંધ થયેલ અને આરોી વિરૂધ્‍ધ આશરે આઠેક માસ થવા વોરંટ ઇસ્‍યુ કરવામાં આવેલ અને આરોપી તરફે આપવામાં આવેલ જામીનદારને પણ નોટીસ આપી તેમના વિરૂધ્‍ધ પણ વોરંટ ઇસ્‍યુ થયેલ.

ગઇ તા. ૨૦/૧/૨૦૨૩ના રોજ આરોપી પકડ વોરંટથી કોર્ટમાં પકડાઇને આવેલ અને આરોપી તરફે જામીન અરજી મુકવામાં આવેલ ત્‍યારે ફરીયાદીના એડવોકેટ કે વાંધો લઇ કોર્ટમાં લેખીત રજુઆત કરી જણાવેલ કે આરોપી વિરૂધ્‍ધ લાંબા સમયથી વોરંટ ઇસ્‍યુ કરેલ છે.

આરોપીએ આપેલ જામીનદાર વિરૂધ્‍ધ પણ નોટીસ તથા વોરંટના હુકમ થયેલ છે. આરોપીએ જામીનની શરતોનું ઉલ્લંઘન કરેલ હોય આરોપીને જેલ કસ્‍ટડીમાં મોકલવા રજુઆત કરેલ જે રજુઆત તથા રેકર્ડ પરની હકીકતો ધ્‍યાને લઇ આરોપી રણછોડભાઇ કમાભાઇ રગીયાને કોર્ટે જેલ હવાલે કરેલ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી રણછોડભાઇ વિરૂધ્‍ધ અન્‍ય કોર્ટમાં પણ રૂા. ૫ લાખ ચેક રીટર્ન થવા બદલ કેસ ચાલુ છે અને અન્‍ય કોર્ટોમાં પણ તેમની વિરૂધ્‍ધ પકડ વોરંટ ઇસ્‍યુ થયેલ છે.

આ કામમાં ફરીયાદીના એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાષાી કિશન જોશી, ઘનશ્‍યામ પટેલ, હર્ષ ત્રિવેદી તથા સહયોગી મયંક હર્ષ રોકાયેલા હતા.

(10:45 am IST)