રાજકોટ
News of Wednesday, 25th January 2023

કોઠારિયા રોડ પર યુવાન પર છરીથી હુમલો કરવાના ગુનામાં ફરાર બે શખ્‍સો પકડાયા

ભકિતનગર પોલીસે મેહુલ રૈયાણી અને સગીરને બેડી ચોકડી પાસેથી દબોચ્‍યા

રાજકોટ તા. ૨૫ : કોઠારીયા રોડ જે.કે. મોલની સામે એક મહિના પહેલા થયેલી મારામારીના ગુનામાં ફરાર સગીર સહિત બે શખ્‍સોને ભકિતનગર પોલીસે બેડી ચોકડી પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ જે.કે.મોલની સામે એક મહિના પહેલા બે શખ્‍સોએ એકટીવા પર આવી કીરીટભાઇ જયંતીભાઇ મારૂ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી છરી વડે હુમલો કરતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ ગુનામાં આરોપીઓને પકડવા માટે પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍કવોડના પી.એસ.આઇ. એચ.એન.રાયજાદા સહિતે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાતા બે પૈકી એક શખ્‍સ મોરબી રોડ પર રહેતો હોવાની કોન્‍સ. મનીષભાઇ ચાવડા અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળતા મોરબી રોડ બેડી ચોકડી પાસેથી મેહુલ બાબુભાઇ રૈયાણી (ઉ.૨૦) (રહે. મોરબી રોડ બેડી ચોકડી પાસે મૂળ જીયાણા ગામ) અને એક સગીરને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:43 pm IST)