રાજકોટ
News of Wednesday, 25th January 2023

સિવિલ હોસ્‍પિટલના છાપરા નીચેથી બેભાન પડેલા અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

પ્ર.નગર પોલીસે વૃધ્‍ધના વાલીવારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૫ : શહેરની સિવિલ હોસ્‍પિટલમાં આવેલા નવા બિલ્‍ડીંગની સામે છાપરા નીચે બેભાન પડેલા અજાણ્‍યા વૃધ્‍ધનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્‍પિટલમાં કોવીડના નવા બિલ્‍ડીંગ પાસે છાપરા નીચે એક આશરે ૬૦ વર્ષનો અજાણ્‍યો વૃધ્‍ધ બીમારીના લીધે બેભાન હાલતમાં પડેલ હોઇ હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા તેને સારવાર માટે ખસેડાયા બાદ વૃધ્‍ધનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. કનુભાઇ માલવીયાએ હોસ્‍પિટલે પહોંચી વૃધ્‍ધના મૃતદેહને પીએમ માટે ખસેડી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્‍ધના સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:14 pm IST)