રાજકોટ
News of Wednesday, 25th January 2023

અકસ્‍માત કરી ઇજા પહોંચાડવાના ગુનામાં પકડાયેલ આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા.૨૫: અકસ્‍માત કરી ઇજા પહોંચાડવાના ગુનામાં પકડાયેલ આરોપીનો અદાલતે નિર્દોષ છૂટકારો ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ભગાભાઇ ધારાભાઇ ભરવાડ, રહે. કુવાડવા જી.આઇ.ડી.સી. સામે, તા.જી. રાજકોટ વાળાઓએ કુાવડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં મારૂતિ કાર નં. જીજે-૩-ઇસી-૮૭૨૦ વિરૂધ્‍ધ આઇ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તેમજ એમ.વી.એકટની કલમ ૧૮૪, ૧૭૭, ૧૩૪ વિગેરે મુજબ ફરીયાદ નોંધાવેલ. ત્‍યારબાદ પોલીસે કાર નંબરના આધારે તપાસ કરતા સંત કબીર રોડ ઉપર રહેતા નવધણ જીલાભાઇ ભરવાડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ત્‍યારબાદ આ કેસ ચાલી જતા ફરીયાદીને સમન્‍સ કરતા તેઓ મળી આવેલ નહીં. તેમજ સદરહું કામે જયાબેન ધારાભાઇ કે જેઓ સાહેદ હોય તેઓની જુબાની લેવા આવેલ. જેમાં જેઓમાં જણાવેલ કે બનાવ સમયે તેઓ ત્‍યાં હાજર ન હોય બનાવ ખરેખર કઇ રીતે અને કોની બેદરકારીથી બનેલ તેઓ કહી શકે નહીં. બનાવ સમયે તેઓ ત્‍યાં હાજર ન હતા. બનાવની જાણ તેઓને પાછળથી થયેલ. તેમજ વિશેષ કાંઇ વિગતો જાણતા ન હોવાનો ઇન્‍કાર કરેલ. તેમજ સદરહું કામે પુરતો પુરાવો આવેલ ન હોય મેડીકલ સર્ટીફીકેટ તેમજ પંચનામાના આંક પડી ગયેલ હોય, સદરહું કામ ઓર્ડર ઉપર આવેલ જેમાં બચાવપક્ષે દલીલીમાં જણાવેલ કે હાલના કેસમાં આરોપીઓને સીધી રીતે સાંકળી શકાય તેવો કોઇ પણ પુરાવો રેકર્ડ ઉપર આવેલ ન હોય કે નજરે જોનાર સાક્ષી કે ફરીયાદી મળી આવેલ ન હોય ફરીયાદ પક્ષ આરોપી સામેનો કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઇએ

ઉપરકોત રજુઆતોને ધ્‍યાને લઇ રાજકોટના મહે. જયુડી.મેજી.એ આરોપી નવધણભાઇ જીલાભાઇ ભરવાડને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાષાી અમીત એન.જનાણી, અભય ખખ્‍ખર, ઇકબાલ થૈયમ, કપીલ કોટેચા, ઉર્વી આચાર્ય, તથા આસીસ્‍ટન્‍ટ તરીકે વેદાંશી બગા રોકાયેલા હતા.

(3:19 pm IST)