રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજકોટમાં કાલથી પાંચ દિવસ ૨૯મો ગુજરાત રૂદ્રાક્ષ મહોત્‍સવ

૧ થી ૨૧ મુખી બીડસ - સ્‍ફટીક માળાનું કલેકશન

રાજકોટ : રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્‍ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સંસ્‍થા દ્વારા ૯૫૦ થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલુ છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિદ્ધમાળા, અનન્‍ય ઈન્‍દ્રમાળા જેન્‍યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્‍સ તથા સ્‍ફટીકમાળાનું અદ્દભૂત કલેકશન ઉપલબ્‍ધ રહેશે તેમ યાદીમાં જણાવાયુ છે.

તા. ૨૬ થી ૩૦ (ગુરૂ થી સોમ) હોટલ સેન્‍ટોસા (ડો.યાજ્ઞિક રોડ, રેસકોર્ષ પાસે, મો.૯૩૨૦૦૭૭૦૧૮/ ૯૩૨૨૭ ૯૧૨૧૮) ખાતે સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી યોજાએલ ૨૯માં ગુજરાત રૂદ્રાક્ષ મહોત્‍સવની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂદ્રલાઈફ દ્વારા રૂદ્રાક્ષ થેરાપીના ઉપચારની પાંચ મેડીકલ પેટર્ન રજીસ્‍ટર્ડ કરાવવામાં આવેલી છે. નાસીક, ત્રંબકેશ્વર ખાતે ભારતનું સર્વપ્રથમ રૂદ્રાક્ષ મ્‍યુઝીયમ રૂદ્રલાઈફ દ્વારા પ્રસ્‍થાપિત કરવામાં આવી રહ્યુ છે. રૂદ્રાક્ષની સંપૂર્ણ માહિતીના ખજાના સમાન પુસ્‍તક ‘પાવર ઓફ રૂદ્રાક્ષ' અંગ્રેજી અને હિંદી ભાષામાં રૂદ્રલાઈફ દ્વારા રજુ કરાયેલ છે.

(4:43 pm IST)