રાજકોટ
News of Wednesday, 25th January 2023

વિધાનસભા વિપક્ષના નેતા તરીકે અમિતભાઇ ચાવડાને શુભકામના પાઠવતા મહેશ રાજપુત -ભાનુબેન સોરાણી

રાજકોટ : આજરોજ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે  અમિતભાઇ ચાવડાની વરણી થયેલ તેઓની શપથ ગ્રહણ કાર્યક્રમ માં ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, મહિલા કોંગ્રેસ અગ્રણી ડો.કીર્તિબેન અગ્રાવત, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી અને વિરેનસિંહ ડોડીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:04 pm IST)