રાજકોટ
News of Saturday, 25th March 2023

રાજકોટ ખાતેના જોઈન્ટ ડીજીએફટી બીશ્નોઈ પાંચ લાખની હાથોહાથ રોકડમાં લાંચ લેતા સીબીઆઇના હાથે આબાદ ઝડપાયો

રૈયા રોડ ખાતેના તેમના નિવાસ્થાને સીબીઆઈના દરોડા દરમિયાન મોટી માત્રામાં દલ્લો મળી આવ્યા ની પણ ભારે ચર્ચા

રાજકોટ ખાતે ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલ ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડીજીએફટી જાવરી મલ બીશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા સીબીઆઇના હાથે રેડ હેન્ડેડ ઝડપાઈ ગયા. તેમની ધરપકડ થઈ છે. તેમની ઓફિસ અને રાજકોટ તથા વતનના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.. ફૂડ કેનની નિકાસ સંબંધી જરૂરી દસ્તાવેજોની છ ફાઈલ ફરિયાદીએ રજૂ કરી હતી. તેમની બેંક ગેરંટીના ૫૦ લાખ રૂપિયા માટે એનઓસી આપવા નવ લાખ પૈકી પાંચ લાખનો પ્રથમ હપ્તો માંગ્યો હતો. બીજો હપ્તો એનઓસી મળી જાય એટલે આપવાનો હતો. આરોપી બીસનોઇ પૈસા સ્વીકારતી વેળાએ પકડાય ગયેલ.છે

  રૈયા રોડ ખાતેના તેમના સોપાન હાઈટ્સમાં આવેલ નિવાસસ્થાને સીબીઆઈના દરોડા દરમિયાન મોટી માત્રામાં દલ્લો મળી આવ્યાની પણ ભારે ચર્ચા છે.

છેલ્લા અહેવાલ મુજબ તેમના નિવાસ સ્થાનેથી 500 રૂપિયાની નોટના બંડલ અને ડોલર અને પાઉન્ડના વિદેશી ચલણ મોટી સંખ્યામાં મળી આવ્યાનું બહાર આવ્યું છે

(12:10 am IST)