કોરોના કાળમાં સ્મશાનમાં એકધારી સેવા આપનાર બાપુનગર - રૈયા - વાગુદડ - કોઠારીયા - ત્રંબા - મહિકા - પારડીના પ્રમુખો -કાયકર્તાઓનુ઼ સન્માન
રાજકોટ : શાપર -વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા કોરોના મહામારીમાં ઘરની ચિંતા કર્યા વગર પોતાના જીવનાં જોખમે રાજકોટની આસપાસનાં મુકિતધામમાં રાત-દિવસ ખૂબ જ સારી કામગીરી કરનાર સેવાકર્તાઓ માટે 'અભિવાદન સમારોહ' રાખેલ, મુકિતધામ બાપુનગરના પ્રમુખ, સુધીરભાઇ ઠુંમર અને તેની ટીમ, રૈયાના પ્રમુખ વિજયભાઇ ઝાલાવડીયા અને તેની ટીમ, વાગુદડનાં પ્રમુખ વિજયભાઇ ડોબરીયા અને તેની ટીમ, કોઠારીયાના પ્રમુખ, શૈલેષભાઇ પરસાણા અને તેની ટીમ, ત્રંબાનાં પ્રમુખ, મુળજીભાઇ ખુંટ અને તેની ટીમ, મહિકાના પ્રમુખ કિશોરભાઇ માલવિયા અને તેની ટીમ, પારડીના પ્રમુખ શ્રી રામદાસ નિમાવત અને તેની ટીમનું અભિવાદન કરાયું હતું. ઉપરોકત તમામ સેવાકર્તાઓને એસોશીએશનના ચેરમેન સર્વ રમેશભાઇ ટીલાળા, પ્રમુખ કિશોરભાઇ પટેલ, ઉપપ્રમુખ રતીભાઇ સાદરીયા, અશોકભાઇ ટીલવા, સેક્રેટરી વિનુભાઇ ધડુક તેમજ એસોસએશન યુથ વિંગનાં યુવા મિત્રો પ્રકાશભાઇ ટીલાળા, દુષ્યંતભાઇ ટીલારા, રાજુભાઇ હાપાણી, મહેશભાઇ ઠુંમર, અશ્વિનભાઇ વસાણી દ્વારા શાલ ઓઢાડી બુકથી સન્માનિત કરવામાં આવેલ. આ તકે કોર્પોરેટરશ્રી અશ્વિનભાઇ પાંભર તેમજ કોટડાતાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી અરવિંદભાઇ સિંધવ ખાસ હાજર રહેલ.