રાજકોટ
News of Tuesday, 25th August 2020

ન્યુ શકિત સોસાયટીમાં અમૃત મુળીયાના મકાનમાં પત્તા ટીંચતા સાત શખ્સો પકડાયા

કોઠારિયા ગામમાં જુગાર રમતા ચાર પકડાયા

રાજકોટ તા. ૨૫ : શહેરના સંત કબીર રોડ પર રાજારામ ન્યુ શકિત સોસાયટીમાં ચાલતા જુગારધામ પર થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણાની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ.બારસીયા, હેડ કોન્સ. બી.આર.સોલંકી, કોન્સ. જયદિપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા અને રાજદિપસિંહ ચૌહાણ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રાજદિપસિંહ અને જયદિપસિંહને મળેલી બાતમીના આધારે સંત કબીર રોડ પર રાજારામ ન્યુ શકિત સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક અમૃત ચુનીભાઇ મુળીયા (ઉ.વ.૩૬), રત્નદિપ સોસાયટી શેરી નં. ૬ના વિવેક અરવિંદભાઇ ગાંગાણી (ઉ.વ.૨૪), વિજય માવજીભાઇ ગઢીયા (ઉ.વ.૨૪), મયુર શીવાભાઇ કેરાળીયા (ઉ.૩૨), મોરબી રોડ શીવાલય પાર્ક શેરી નં. ૧ના સુભમ સુરેશભાઇ કેરાળીયા (ઉ.૨૩), મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેના આકાશ રમેશભાઇ રામાણી (ઉ.૨૧) અને ન્યુ શકિત સોસાયટી શેરી નં. ૫ના અભિષેક બીપીનભાઇ અગ્રવાત (ઉ.૨૬)ને પકડી લઇ રૂ. ૧૬,૦૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે સાતેય શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

કોઠારીયામાંથી ચાર પકડાયા

આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી.વાળા, હેડ કોન્સ. બી.બી.પરમાર, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઇ તથા અશ્વીનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કોઠારીયા ગામમાં મેલડી માતાના મઢની સામે દરોડો પાડી જુગાર રમતા કોઠારીયા રોડ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૩ના વિક્રમ ઉર્ફે ગડો સુખાભાઇ કાલીયા (ઉ.વ.૪૧), કોઠારીયા ગામના રવજીભાઇ બટુકભાઇ પરસાડીયા (ઉ.વ.૪૫), ઇમ્તીયાઝ ઇકબાલભાઇ ટાંક (ઉ.વ. ૩૩) અને કાળુ હિરાભાઇ પરસાડીયા (ઉ.વ.૪૧)ને પકડી લઇ રૂ. ૧૨,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. જ્યારે કેતન ઉર્ફે ગભો લખમણભાઇ પરસાડીયા અને અશોક લાલજીભાઇ નૈયાની શોધખોળ હાથ ધરી છે.

(3:06 pm IST)