ફોર્ડ કારમાં 'દેશી'ની હેરફેરઃ ફુલઝરના ચેતન અને મહેન્દ્રને ૧૨૦૦ લિટર દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યા
જે. વી. ગોહિલ, અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહની બાતમી પરથી સરધારથી લોઠડાના રસ્તે કાર્યવાહી
રાજકોટ તા. ૨૫: ચોટીલાના ફુલઝર ગામના ચેતન મેરૂભાઇ વિકમા (ઉ.વ.૨૫) અને મહેન્દ્ર ઉર્ફ લાલો દિનેશભાઇ ગીડા (ઉ.વ.૨૦) નામના બે કાઠી શખ્સને સરધારથી લોઠડા ગામ જવાના રસ્તા પર એન્ડેવર ફોર્ડ કાર જીજે૦૩ઇસી-૪૦૪૪માં રૂ. ૨૪ હજારનો ૧૨ લિટર દેશી દારૂ ભરીને નીકળતાં ક્રાઇમ બ્રાંચે પડકી લઇ કુલ રૂ. ૫,૨૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ બંને દેશી દારૂની કોથળીઓના બાચકા ભરીને નીકળ્યા છે તેવી બાતમી ડીસીબીના હેડકોન્સ. જે. વી. ગોહિલ, અભીજીતસિંહ જાડેજા અને કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા અશોક ડાંગરને મળતાં પીઆઇ યુ. બી. જોગરાણા અને ટીમે પકડી લીધા હતાં. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરી હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી.એમ. ચાવડા, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, કરણભાઇ મારૂ અને બાતમી મળી એ કર્મચારીઓએ આ કામગીરી કરી હતી. બંને કયાંથી દારૂ લાવ્યા અને કોને આપવા જતાં હતાં? તેની તપાસ કોવિડ ટેસ્ટ કરાવાયા બાદ થશે.