રાજકોટ
News of Friday, 25th September 2020

દારૂના ગુનામાં સામેલ થોરાળાનો મોૈલિક ઉર્ફ ભોલો કાકડીયા પાસામાં

ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો

રાજકોટ તા. ૨૫: નવા થોરાળા-૯ શાળા નં. ૨૯ પાછળ રહેતો મોૈલિક ઉર્ફ ભોલો ચંદુભાઇ કાકડીયા અગાઉ દારૂના ગુનામાં સંડોવાયો હોઇ પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મંજુર કરતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને ટીમે વોરન્ટ બજવણી કરી વડોદરા જેલહવાલે કરવા કાર્યવાહી કરી છે. પાસાની દરખાસ્ત પણ પીઆઇ વી. કે. ગઢવીએ તૈયાર કરાવી હતી. દારૂની બદ્દી નાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી.

(12:16 pm IST)