રાજકોટ
News of Friday, 25th September 2020

અટીકા ન્યુ નહેરૂનગરમાં જયેશ બરારીયાના ઘરમાં દરોડોઃ ૮૮ હજારનો વિદેશી દારૂ કબ્જે

બબ્બે લિટરની વ્હીસ્કીની ૫૯ બોટલો મળીઃ હેડકોન્સ. મોહસીનખાન અને કોન્સ. સંજયભાઇની બાતમીઃ સ્કૂલવેનનું કામ બંધ હોઇ ગોવાથી બાટલીઓ વેંચવા લાવ્યો'તો

રાજકોટ તા. ૨૫: અટીકાના ન્યુ નહેરૂનગર-૮માં રાધેક્રિષ્ના ખાતે રહેતાં અને અગાઉ ટ્રક ડ્રાઇવીંગનું કામ કરતાં અને હાલ સ્કૂલવેન હંકારી ગુજરાન ચલાવતાં જયેશ દેવાયતભાઇ બરારીયા (આહિર) (ઉ.વ.૨૫)ને રૂ. ૮૮૫૦૦ના વિદેશી દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

જયેશ પાસેથી પોલીસે રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બબ્બે લીટરની ૨૯ બોટલો અને સિગ્નેચરની ૩૦ બોટલો કબ્જે કરી છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરી હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએઅસાઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, મહેશભાઇ મંઢ, દિપકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યોગીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડકોન્સ. મોહસીનખાન મલેક તથા કોન્સ. સંજયભાઇ ચાવડાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. જયશેના ઘરમાંથી જ આ બોટલો કબ્જે થઇ હતી.

પોતે ગોવાથી આ દારૂની બોટલો લાવ્યાનું કહે છે. હાલમાં લોકડાઉનને કારણે સ્કૂલો બંધ હોઇ પોતાનો સ્કૂલવેનનો ધંધો પણ ઠપ્પ હોવાથી બોટલો વેંચવા માટે લાવ્યાનું પણ તેણે કહ્યું હતું. વિશેષ તપાસ  ધીરેનભાઇ માલકીયા ચલાવે છે.

(12:16 pm IST)