રાજકોટ
News of Friday, 25th September 2020

રાજકોટમાં વધી રહેલ કોરોનાની મહામારી વચ્ચે રાજગોર સમાજ માટે હરિ ઓમ મેડીકેર દર્દીઓની વ્હારે

કવોરટાઇન લોકોને આરોગ્ય ભુવનમાં આસરો આપી તમામ સુવિધા નિઃશુલ્ક અપાશેઃ જયેશભાઇ દવે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. હાલમાં કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે રાજકોટ ખાતે રાજગોર સમાજનું આરોગ્ય ભુવન આવેલુ છે ત્યાં કોરોનાથી સંક્રમિત થયેલ કવોરન્ટાઇન થયેલ જરૂરીયાતમંદ લોકોને આશરો તેમજ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે.

હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આ આરોગ્ય ભુવનના ટ્રસ્ટી મંડળ વતી યુવા પત્રકાર જયેશભાઇ દવેએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં રાજગોર સમાજના કુટુમ્બના કોઇપણ સભ્યને કવોરોન્ટાઇન કરવામાં આવે ત્યારે જો તેમના ઘરે અગવડતા મુશ્કેલી ન પડે તે માટે હાલ જ્ઞાતિ સમાજના આરોગ્ય ભુવનના ઉપરના માળના રૂમ આપવાનુ નકકી કરેલ છે તો જરૂરીયાત હોય તેવા લોકોએ મો. નં. ૯૮૭૯૯ ૦પ૭રર ઉપર સંપર્ક સાધવો શ્રી દવેએ વધુમાં જણાવ્યું હતું કે આઇસોલેશન થયેલ વ્યકિતને ચા-પાણી-નાસ્તો બન્ને ટાઇમ ભોજનની સગવડ પણ ફ્રી આપવામાં આવશે તેમજ નાસ માટેનું મશીન સેનેટાઇઝર માસ્ક વગેરે રાજેશભાઇ શીલુ દ્વારા પુરૂ પાડવામાં આવશે તેમ અંતમાં કહયું હતું.

(12:57 pm IST)