રાજકોટ
News of Friday, 25th September 2020

કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં ૨૪ કલાકની હેલ્પલાઇન સેવા

રાજકોટમાં કોરોનાના દર્દીઓને સમયસર અને સુલભ સારવાર મળી શકે તે માટે કોવિડ કેર સેન્ટર સતત કાર્યરત છે. ત્યારે સૌરાષ્ટ્ર કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ ખાતે કાર્યરત ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો માટે ૨૪ કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

કોરોનાનાં જે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાંથી ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર ખાતે શીફટ થયા હોય તેવાં દર્દીઓના કુંટુંબીજનો - સગા સંબંધીઓને દર્દીનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી કે મદદ માટે૯૩૧૩૮ ૦૫૨૨૫અને૯૩૧૩૮ ૦૫૨૨૧નંબર પર ચોવીસ કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

(1:28 pm IST)