રાજકોટ
News of Friday, 25th September 2020

રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયાનો કોરોના રીપોર્ટ નેગેટિવ : તબીયત સારી

 ધોરાજી: રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયાનો કોરોના (Covid-19)રીપોર્ટ  નેગેટીવ આવી ગયેલ છે અને તબીયત સારી છે,

આ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે મારો કોરોના  રિપોર્ટ નેગેટીવ આવેલ છે અને તબિયત છે જેથી મને હવે કોઈ વાંધો નથી. 

મારા શુભેચ્છકો મિત્રો,વડીલોને તેમજ રાજકીય સામાજીક ક્ષેત્રના આગેવાનો વિગેરે મારી તબીયત સારી થાય એ માટે કરેલ પ્રાર્થના બદલ હું આપ સૌનોખુબ ખુબ આભાર માનું છું તેમ જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું તેમજ પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આભાર માન્યો હતો.

(1:46 pm IST)