રાજકોટ
News of Friday, 25th September 2020

દલિત યુવતિને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટમાં હોસ્ટેલમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી

રાજકોટ, તા.૨૫: ઉપલેટા તાલુકાની દલીત પરીવારની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં પકડાયેલ જામટીંબડીના હુસેન ભીખાભાઇ ઠેબાને ગામાં ન પ્રવેશવાની શરતે સ્પેશ્યલ પોકસો અદાલતે જામીન મુકત કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ઉપલેટા તાલુકાના ગામે રહેતા દલીત પરીવારે રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા જણાવેલ હતુ કે તેમની સગીર વયની દીકરી રાજકોટ હોસ્ટેલમાં રહી નર્સિગનો અભ્યાસ કરતી હતી તે સમયગાળામાં હોસ્ટેલમાંથી ફોન આવેલ કે તેમની દીકરી હોસ્ટેલમાંથી કયાંક જતી રહેલ છે જેથી તેઓએ તપાસ કરતા જાણવા મળેલ કે તેમના જ ગામમાં રહેતા અને બે સંતાનોના પિતા એવા હુસેન ભીખાભાઇ ઠેબાઓ તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અને સંતાનોના પિતા એવા હુસેન ભીખાભાઇ ઠેબાએ તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અને જો શરીર સંબંધ ન બાંધે તો ભોગ બનનારના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી રાજકોટની મોરબી રોડ પર આવેલ દેવ દ્વારકાધીશ હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરેલ અને જો સમાજમાં કોઇને જાણ કરે તો મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધેલ હતી.

ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી હુસેન ભીખાભાઇ ઠેબા રહે. જામ ટીંબડી, તા.ઉપલેટા, જી.રાજકોટને પકડી અદાલતમાં રજુ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતો. જેથી તેણે જામીન પર છુટવા અરજી કરી હતી.

બંને પક્ષકારોની દલીલોના અંતે રજૂ થયેલ તમામ પોલીસ કાગળો અને ખાસ કરીને ભોગ બનનારના વિવિધ વિરોધાભાસી કથનો ધ્યાને લઇ આરોપીને જામટીંબડી ગામમાં પ્રવેશવાની મનાઇ કરી જામીન પર છોડવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી હુસેન ઠેબા વતી જાણીતા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:39 pm IST)