રાજકોટ
News of Friday, 25th September 2020

તા. ર ના અમૃતસિધ્ધી યોગ અને તા. ૮ ના વ્યતિપાત યોગ : વિશેષ દિવસોમાં રામનામનું અનેકગણું મહત્વ

પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ દ્વારા પુરૂષોતમ માસમાં નવ કરોડ રામ નામ મહામંત્ર જાપના આયોજનમાં દેશ વિદેશથી જોડાતા ભાવિકો

રાજકોટ તા. ૨૫ : પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા વિશ્વકલ્યાણ અર્થે વિશ્વશાંતિ માટે પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં નવ કરોડ 'રામ રામ રામરામરામરામ મહામંત્રનો જાપ કરવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ભારત તથા વિદેશથી પણ ધર્મપ્રેમીજનો ગુરૂ ભાઇ બહેનો જોડાઇ રહ્યા છે.આ પવિત્ર પુરૂષોતમ માસમાં જપ, તપ, વ્રતનું અનેકગણું મહત્વ હોય છે. આ માસમાં જપ તપ કરવાથી મનુષ્યનાં અને યોગોમાં જાપ કરવાથી આપણને અનેકગણુ ફળ પ્રાપ્ત થાય છે. જેમાં તા. ૨૫-૯-૨૦૨૦ રવિયોગ, તા. ૨૭-૯-૨૦ર૦ અગ્યિાર, ઉપરતિયોગ, તા. ૨-૧૦-૨૦૨૦ ના અમૃતસિધ્ધિયોગ, તા. ૬-૧૦-૨૦૨૦ ના સંકટ ચોથ, તા. ૮-૧૦-૨૦૨૦ ના ગૂરૂવારે વ્યતિપાત, તા. ૧૧-૧૦-૨૦૨૦ ના રવિપુષ્યામૃત યોગ, તા. ૧૩-૧૦-૨૦ ના એકાદશી રાજયોગ, તા. ૧૫-૧૦-૨૦૨૦ ના શિવરાત્રી તેરસ અને તા. ૧૬-૧૦-૨૦૨૦ ના અમાસ છે. આ વિશેષ દિવસોમાં રામ નામ જાપથી અનેકગણુ ફળ મળે છે. સર્વધર્મપ્રેમી ભાઇ બહેનોએ જાપ કરવા અને અન્યોને કરાવવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ રાજકોટ (મો.૯૮૭૯૭ ૩૪૧૭૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:44 pm IST)