રાજકોટ
News of Friday, 25th September 2020

ભાજપ કાર્યાલયે પં.દીનદયાળજીને વંદના

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિએ તેમને શત શત વંદન કરતા જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ઠ સંગઠનકર્તા હતા. તઓ ભારતીય જનસંઘના અધ્યક્ષ હતા. તેમણે ભારતીય સનાતન વિચારધારાને યુગાનુકુળ રૂપમાં પ્રસ્તૃત કરીને દેશમાં એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી. દેશને એકાત્મ માનવવાદનો વિચાર એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની શ્રેષ્ઠતમ દેન છે. અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાોડે જણાવેલ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના માર્ગદર્શન અને નેતૃત્વ નીચે શરૂ થયેલ ભારતીય જનસંઘની વિચારધારાએ વર્તમાન સમયમાં દેશના સપૂત અને મજબૂત નેતૃત્વ પુરૂ પાડી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા આગળ વધારવામાં આવી રહેલ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીનું પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેવી જ રીતે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી કોરોનાની મહામારીમાં પણ શ્રેષ્ઠ કાર્ય કરી લોકોની સેવા કરી રહેલ છે. ત્યારે 'એકાત્મ માનવદાન'ના  પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાજીને તેમની જન્મ જયંતિએ શત શત વંદન કરવામાં આવેલ.

(3:45 pm IST)