રાજકોટ
News of Friday, 25th September 2020

ધોરણ-૧૨ની ૨૮મીથી શરૂ થઇ રહેલી પુરક પરિક્ષા માટે પોલીસ કમિશનરનું જાહેરનામુ

પરિક્ષા કેન્દ્રો આસપાસ ચારથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ સુધીના અનેક નિયમોનું પાલન કરવું પડશેઃ ૧૦મી સુધી ચાલશે પરિક્ષા

રાજકોટ તા. ૨૫: આગામી તા. ૨૮/૯ થી ૬/૧૦ સુધી સવારે ૧૦:૩૦ થી ૧૨:૪૫ અને બપોર બાદ ૩:૦૦ થી ૬:૧૫ સુધી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરિક્ષા લેવાની હોઇ રાજકોટમાં કુલ ૧૩ કેન્દ્રો નક્કી થયા છે. આ કેન્દ્રો આસપાસ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને પરિક્ષા દરમિયાન કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે થઇને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ જે પરિક્ષા કેન્દ્ર નક્કી થયા છે તેના કમ્પાઉન્ડમાં અને તની આજુબાજુના ૧૦૦ મિટરની ત્રીજ્યાના વિસ્તારમાં પરિક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઇપણ અનઅધિકૃત વ્યકિતાઓએ એકત્રીત થવું નહિ કે પરિક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો નહિ. વાહનો પણ લઇને અંદર આવવું નહિ. આ ઉપરાંત ચારથી વધુ લોકોએ ભેગા થવા પર અને પરિક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાં પરિક્ષા કેન્દ્રની સો મીટરની ત્રિજ્યામાં સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહિ. પ્રશ્નપત્રને લગતું સાહિત્ય પરિક્ષાર્થીઓ અંદર લઇ જઇ શકશે નહિ. સુપરવાઇઝરોએ પણ પરિક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. શાળા સંચાલક, સપુરવાઇઝર, નિરીક્ષકો, સરકારી પ્રતિનિધીઓ, વર્ગ-૪ના પ્રતિનિધીઓએ ઓળખકાર્ડ સાથે રાખવા જરૂરી છે. જો આ જાહેરનામાનો ભંગ થશે તો કાયદેસરની કાર્યવહી થશે. તેમ જણાવાયું છે.

(3:48 pm IST)