રાજકોટ
News of Friday, 25th September 2020

મ.ન.પા. દ્વારા ૧ દિ'માં ૫૨ હજાર ઘરોમાં આરોગ્ય સર્વેનો દાવો : માત્ર ૩૭ લોકોને તાવ-શરદીના લક્ષણો દેખાયા

રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૨૪ દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૫૨૬૦૨ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૭ વ્યકિતઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.  મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૨૪-૦૯-૨૦૨૦ ના રોજ સરેરાશ ૨૩૨ ની ઓ.પી.ડી. સહીત ૧૧૬૧૭ વ્યકિતઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૫૯૩ વ્યકિતઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.  શહેરીજનો માટે શરૂ કરેલ '૧૦૪ સેવા'માં કુલ ૧૯૨ફોન અને  '૧૦૮ સેવા'માં  ૪૪ ફોન આવેલ છે જ્યારે હોમ કવોરન્ટાઇન રહેલા દર્દીમાં માટે મનપા દ્વારા કાર્યરત ૨૩ સંજીવની રથ દ્વારા ૬૮૮ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

 

(4:07 pm IST)